MARE PAN EK GHAR HOY

Author : VARSHA ADALJA

ISBN No : 9789389858259

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : R R SHETH & CO PVT LTD


બે બહેનો વચ્ચેના પ્રેમ અને ધિક્કાર વચ્ચે ઝોલાં ખાતા એક નાજુક સંબંધની આ વાત છે. માનસિક રોગથી પીડાતી નાની બહેન તરફ પોતાને અનુકંપા છે; પ્રેમ છે એમ માનતી લીનાને ખબર પડે છે કે ના, એ પ્રેમ ન હતો... પ્રેમનું સંતર્પક વારિ તો ક્યારનુંય સુકાઈ ગયું'તું. રહ્યો’તો કેવળ ધિક્કારનો કીચડ... ને અચાનક એની દુનિયા પલટાઈ જાય છે. શાંત, સુખી જીવનના બારણાની તિરાડમાંથી, તોફાની પવન જાણે સુસવવા લાગે છે. કેમ કે પ્રેમની જેમ ધિક્કાર પણ ચેપી છે. બીજાને ધિક્કારનાર વ્યક્તિ જાતનેય ચાહી નથી શકતી. જાણીતા ફ્રેન્ચ ફિલસુફ-કલાકાર જયાઁ પોલ સાર્ત્ર એમના નાટક ‘No Exit’માં કહે છે : “બીજા લોકો જ આપણું નર્ક સર્જે છે.” આ સાંકડી બંધિયાર દુનિયામાં એક માનવીની સુખેષણા બીજાની સુખેષણા સાથે ટકરાય છે, ને એ સંઘર્ષમાંથી જ તો નર્ક જન્મે છે. પણ સીમિત માનવીના જ હૃદયમાં ઉઘાડા અસીમની ઇચ્છા પડી છે. એ સદાકાળ કાદવમાં જાત રગદોળી પડી રહી શકે નહિ. ધિક્કાર અને એમાંથી જન્મતી ગુનાની ભાવના (Guilty Complex)માંથી એણે જાતે જ બહાર નીકળવું રહ્યું... સાંકડા નર્કની બારી ખોલી પ્રેમની સ્વર્ગીય પ્રકાશ જાતે જ ટૂંઢવો રહ્યો. - ધીરુબહેન પટેલ

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories