Author : KAJAL OZA VAIDYA
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : SHORT STORIES ( Navlika )
Publisher : NAVBHARAT SAHITYA MANDIR
'કાજલ ઓઝા-વૈધની વાર્તાઓ' આ ટુકી વાર્તાઓનો બીજો સંગ્રહ છે. ત્રણ લઘુનવલ અને બીજી ટુંકી વાર્તાઓ સાથે આ સંગ્રહમાં જુદા પ્રકારની, જુદા આવાજની ટૂંકી વાર્તાઓ સંકલિત કરવામાં આવી છે. મારા ઉપર હંમેશા જે આક્ષેપ થતો રહ્યો છે તે પ્રમાણે આ વાર્તાઓ પણ 'સંબંધો' પર આધારિત વાર્તાઓ છે... માણસના, માણસની સાથેના સંબંધો ઉપર આધારિત વાર્તાઓ ! માણસનું મન મને એટલી બધી રસપ્રદ બાબત લાગે છે કે એના પડ ઉપર પડ ખુલતાં જાય,ને તેમ છતાંય ભાગ્ય જ કોઈને પુરેપુરા સમજી શકાય. કવિ અશરફ ડબાવાલાએ લખ્યું છે, 'ડૂબી ડૂબીને શું ડૂબવાનું છે માણસમાં, વ્હેત એક ઊતરો ત્યાં તો તળિયા આવે.' 'મલ્ટીલેવલ'- અનેકવિધ પાસાઓમાં વહેચાઈ, વિખેરાઇને જીવતો અને વર્તતો માણસ,સ્ત્રી કે પુરુષ... પણ, આખરે 'માણસ' હોય છે. એ વાતને ઘુંટી ઘૂંટીને કહેતી આ કથાઓ છે.