Author : AMISH
ISBN No : 9789351981053
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : NAVBHARAT SAHITYA MANDIR
અયોધ્યા વિભાજનોથી નબળું પડી ગયું છે. એક ભયંકર યુદ્ધની કિંમત તે ચૂકવી રહ્યું છે. નુકસાન બહુ મોટું થયું છે. લંકાના રાક્ષસ રાજા પરાજિતો પર પોતાનું સામ્રાજ્ય નથી સ્થાપતા. તેના બદલે તે ત્યાં પોતાનો વેપાર સ્થાપી દે છે. આખા સામ્રાજ્યમાંથી ધન ચૂસી લેવામાં આવે છે. સપ્તાસીન્ધુની પ્રજા ગરીબી, હતાશા ને દુરાચારણમાં ગરકાવ થઇ ગઈ છે. તે પ્રજા એક એવા નાયક માટે વલખે છે કે જે તેમને આ કળણમાંથી બહાર ખેંચી કાઢે. તેમને ક્યાં જાણ છે કે એવો એક નાયક તેમની વચ્ચે જ રહેલો છે જેને તે બધા લોકો જાણે છે. એક સંતપ્ત અને દેશનિકાલ પામેલો રાજકુમાર. એવો રાજકુમાર જેનો તેમણે વિરોધ કર્યો હતો. એ રાજકુમાર કે જેનું નામ હતું રામ. શું લોકોએ તેમના પર લગાવેલા લાંચનને રામ દૂર કરી શકશે? શું સીતા માટેના તેમના પ્રેમને કારણે તે આ સંઘર્ષમાંથી પાર ઉતરશે?