PHOOLNE VAGYA KANTA

Author : VITHAL PANDYA

ISBN No : 9788119644780

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : R R SHETH & CO PVT LTD

Currently Unavailable - Still you can add in CART.


જીવનનું બીજું નામ રોલરકોસ્ટર છે. જે રીતે રોલરકોસ્ટરમાં ચઢાવ-ઉતાર આવ્યા કરે એમ જ જીવનમાં પણ અનેક પ્રસંગો કે અનુભવો દ્વારા વિવિધ ચઢાવ-ઉતાર આવ્યા જ કરે છે. જીવન જીવવાની આપણી ‘ઇચ્છા’ અને રોજિંદા જીવનની ‘વાસ્તવિકતા’ વચ્ચે પણ ઘણો જ વિરોધાભાસ હોય છે. આપણી ઇચ્છા તો જીવન ફૂલ જેવું કોમળ, સરળ અને મહેકતું રહે એવી જ હોય છે, પણ વાસ્તવિક જીવનમાં દુ:ખ, ચિંતા, આઘાત, વિશ્વાસઘાત, સ્પર્ધા, દગો જેવા અનેક કાંટા ચુભાતાં જ રહે છે, જે આપણી સંવેદનશીલ લાગણીઓને લોહીલુહાણ કરી નાખે છે. વિનાયક અને અંજના પોતાની ફૂલ જેવી વિચારેલી જીવનસફરમાં કેવા કેવા કાંટાને ભોગવે છે, અનુભવે છે અને લોહીલુહાણ થાય છે એની આ કથા છે. શું વિનાયક અને અંજના આ કાંટાઓથી બચી શકશે? અંજના અને વિનાયકના જીવનની દશા અને દિશા વિધાતાએ કેવી રીતે આલેખી છે? આપણા સૌના જીવનમાં આવતા કાંટારૂપી પ્રશ્નો અને પડકારો સામે જીવવાનું અને જીતવાનું શીખવતી આ ક્લાસિક કથા તમને ચોક્કસ ગમશે.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories