Author : MANISHA GALA
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : HARSH PRAKASHAN
આ કથા છે ફેસબુક પર લાગેલા માનવીઓના મેળાની. એમાં મહાલે છે કથાની નાયિકા માનસી; ચાળીસીને આરે આવેલી એક સ્ત્રી, એક ગૃહિણી, એક માતા. આ મેળામાં એને મળે છે કેટલાક જૂના દોસ્તો અને કેટલીક નવી ઓળખાણો. નઠારા ય ભટકાઈ જાય છે ક્યારેક. અને મળે છે એનો પહેલો પ્રેમ….
એ પ્રેમ જેની ચિનગારી સમયની રાખ નીચે હજીયે ધખે છે. એ ચિનગારીમાં છુપાયેલા છે કેટલાક પ્રશ્નો જે ત્યારે નહોતા પૂછાયા, કેટલીક ચોખવટો જે ત્યારે નહોતી કરી શકાઈ અને કેટલીક ઝંખનાઓ જે કદાચ આજની માનસી બેધડક પૂરી કરી લે.
ફેસબુકે આપેલો ફરી મિલનનો આ મોકો માનસી ખોવા નથી માંગતી. દર શુક્રવારે થતી ચેટીંગ માનસીના શુષ્ક થવા લાગેલા જીવનમાં એક નવો જ પ્રાણ ફૂંકી દે છે. પોતાના મનની, જીવનની દરેક વાત ચર્ચે છે એ પોતાના દોસ્ત સાથે. એ દોસ્ત જેના પ્રેમમાં એ પડી ગયેલી અને હજીયે જેને ભૂલી નહોતી શકી એવો એની જિંદગીનો પ્રથમ પુરુષ. (less)