SITA mithilani virangna guj

Author : AMISH

ISBN No : 9789351981817

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : NAVBHARAT SAHITYA MANDIR


ભારતના સૌથી લોકપ્રિય યુવા લેખક અમીશ ત્રિપાઠીની ‘રામચંદ્ર’ સીરીઝનું બીજું પુસ્તક એટલે "સીતા" હવે ઉપલબ્ધ છે... આ પુસ્તકમાં ઈ.સ. પૂર્વે ૩૪૦૦નાં ભારતની કાલ્પનિક કથા. આ સમયે ગરીબી અને શોષણથી ખદબદી રહેલાં ભારતની પ્રજા પોતાના શાસકોને ધિક્કારે છે. સમગ્ર સમાજ અરાજકતાને આરે ઉભો છે. લંકાનો રાજા રાવણ વધુ ને વધુ તાકાતવાન બનતો જાય છે અને દુર્દેવી સપ્ત સિંધુ ફરતે તેની ભીંસ વધતી જાય છે. ભારતના તે સમયના બે શક્તિશાળી કબીલાઓ આ પરિસ્થિતિમાંથી પ્રજાને ઉગારી શકે એવા તારણહારની શોધ આદરે છે. છેવટે ખેતરમાં ત્યજાયેલી એક બાળકી મળી આવે છે. લોહીતરસ્યા વરુઓના ટોળાથી એક ગીધ તેનું રક્ષણ કરી રહ્યું હતું. કારણ કે એ કોઈ સામાન્ય બાળકી નથી. એ છે સીતા.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories