Author : SUDHA MURTY
ISBN No : 9789382503491
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
દાદીમા જ્યારે વાર્તાનો પટારો ખોલે છે, ત્યારે બધાં જ એમને ઘેરી વળે છે! સારી વાર્તા સાંભળવાનું કોણ ટાળે? અને એય તે જ્યારે દાદીમા પોતાના અઢળક ખજાનામાંથી એક પછી એક વાર્તા એમની રસાળ શૈલીમાં કહેતા હોય...! દાદીમા લઈને આવ્યાં છે મજાનો વાર્તાખજાનો... જેમાં છે જુદા-જુદા રાજાની વાર્તાઓ, વાંદરા અને ઉંદરની વાર્તાઓ... રીંછ અને ભગવાનની વાર્તાઓ... જેવી કે... એક રીંછ ખરાબ ફળ ખાય છે અને ગુસ્સે ભરાય છે; એક આળસુ માણસ પોતાની દાઢી સળગી જવાની તૈયારીમાં હોય છે ત્યાં સુધી આગને બુઝાવતો નથી; એક રાજકુમારી સરસ મજાની ડુંગળીમાં ફેરવાઈ જાય છે; એક રાણી વિચિત્ર માણસોને અને અદ્ભુત પ્રાણીઓને શોધે છે... બાળમિત્રો, રજાના દિવસોમાં દાદીમા તમારા માટે આ `મજાનો વાર્તાખજાનો' ખોલી દઈને મનોરંજન સાથે તમારું વૈચારિક ઘડતર કરશે. તો આવો, તમે પણ પેલા સાત બાળકોની જેમ દાદીમા સાથે જોડાઈ જાઓ, રાહ કોની જુઓ છો?!