Author : VARSHA ADALJA
ISBN No : 9789388882231
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
Currently Unavailable - Still you can add in CART.
બાફોઈના શબ્દોની સાથે ડૉક્ટરે સમભાવથી કેટલી સરસ વાત કરી હતી તે યાદ આવી; મારી વાત સાંબળજો અને યાદ રાખજો. મારા ભાગ્યમાં કેટકેટલાં માબાપોને આઘાતજનક ને ક્યારેક ભયંકર નિદાનો આપવાં પડે છે! હું પણ ડિસ્ટર્બ થઈ જાઉં છું. પોતાના સંતાનની જિંદગી નિરર્થક વહેતી જતી જોઈ રહેવું એ અગ્નિપરીક્ષા છે, ત્યારે હું એમને એક જ વાત કહું છું, ઈશ્વર શક્તિશાળીને જ પીડાનું વરદાન આપે છે. આ શાપ નથી, યુ આર ધ ચોઝન વન. નચિકેત બાલ્કનીમાં ઊભો રહ્યો. ચોઝન વન. માનસિક ખોડખાંપણ અને વિકલાંગ બાળકના પિતા બનવાનું ઈશ્વરે એના ભાલે સૌભાગ્યતિલક કર્યું છે. ભલે, તો એમ. હવે ઈશ્વરની આ કરુણાને લાયક તો બનવું પડશે.