Author : GEETA MANEK
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
‘તમારા વિના’ નવલકથા ગીતા માણેકની સંવેદનશીલ અને વિચારપ્રેરક કલમમાંથી નીપજેલી નવલકથા છે. જીવનની સમી સાંજે જીવનસાથી અને જીવનમિત્રને અણધાર્યા અને રહસ્યમય સંજોગોમાં ગુમાવવાની ભીતરની વેદના સાથે-સાથે, પોતાના જ લોહી-માંસમાંથી પાંગરેલા સંતાનો અને સમાજ તેમ જ આખી સિસ્ટમ સાથે માથા પછાડવાની પીડા ભોગવી રહેલી એક સશક્ત નારીની વાતનું અહીં બહુ સરસ રીતે આલેખન થયું છે. કથાની નાયિકા કાન્તાબેન અને તેમના પતિ નવીનચંદ્રનું દાંપત્યજીવન વાચકોના હૃદયને સ્પર્શી જાય છે. એકબીજાના સંગાથે જીવનરાહ પર ચાલતા આ દંપતીમાંના નવીનચંદ્રના મૃત્યુથી એકલા પડેલા કાન્તાબેનની એકલતાને વધુ ઘેરી કરતા તેમના સ્વજનો અને સમાજની વાત અહીં રજૂ થાય છે. કથા કાલ્પનિક હોવા છતાં એના પાત્રો અને એમાં બનતી ઘટનાઓને જિંદગીની વાસ્તવિકતા સાથે સીધો સંબંધ છે.
મુંબઈ સમાચાર, ગુજરાત સમાચાર, સંદેશ તેમ જ અન્ય અખબારો અને સામાયિકોમાં પત્રકાર, કૉલમિસ્ટ અને ધારાવાહિક નવલકથા લખનાર ગીતા માણેક ગુજરાતી વાચકો માટે અજાણ્યું નામ નથી જ. તેમની કલમમાંથી ‘સગપણના સોદાગર’ જેવું સફળ સામાજિક નાટક તેમ જ અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરને જમીનદોસ્ત કરી નાખનારા આતંકવાદી હુમલા પર ચિત્તતંત્રને ખળભળાવી નાખનારા તેમના હિન્દી નાટક ‘આખિર ક્યૂં’ની નોંધ દેશભરના મિડીયાએ લીધી હતી.