PACHHI AAM BANYU

Author : RAGHVJI MADHAD

ISBN No : 9788194397755

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : SHORT STORIES ( Navlika )

Publisher : R R SHETH & CO PVT LTD


આ જ્ઞાન-વિજ્ઞાનની સદી છે. ટૅક્‌નૉલૉજીનો યુગ છે. વિશ્વ નાનકડા મોબાઇલમાં સમાઈ ગયું છે. આ હાઇટેકની જનજીવન પર ભારે અસર જોવા મળે છે. દરેક ક્ષેત્રોમાં ઝડપ ને હરીફાઈ વધી છે. તેમાં ટકી રહેવા માણસ પ્રતિબદ્ધ થવા કરતા વધુ કટિબદ્ધ બન્યો છે. માણસની કાર્યશૈલી-જીવનરીતિ બદલાઈ છે. વ્યક્તિગત અને સામાજિક મૂલ્યો બદલાયાં છે. શાશ્વત મૂલ્યો પણ ઘસાયાં ને નંદવાયાં છે. ભૌતિક સુખનાં સાધનો વધ્યાં છે. પાયાની જરૂરિયાતો સુલભ થઈ છે. તેના સામે નવી સમસ્યાઓ ઉદભવવા લાગી છે. માણસ સુવિધાઓને પામવા સામે તેમાંથી ઊભી થયેલી દુવિધાઓનો સામનો કરવા સંઘર્ષમય બન્યો છે. આ બધું વાર્તા સાહિત્યમાં આવે. સાહિત્ય એ આજના સમાજનું દર્પણ હોય છે. વાર્તાની આખીય પ્રક્રિયાના કેન્દ્રમાં માણસ હોય છે. માનવના અતળ મનને તાગવાનું હોય છે. કોઈ એકાદ ક્ષણ પકડીને પસાર થવાનું ભારે અઘરું ને કપરું હોય છે. છટકણું ને બટકણું સ્વરૂપ છે વાર્તાનું. હાથમાં આવે ને છટકી જાય. કાળજી રાખવા છતાંય લપસી જવાય... છેલ્લે વાર્તા બને અને ન પણ બને! એટલે જ કહેવાય છે કે સર્જન એટલે ઓગળીને આકાર પામવાની પ્રક્રિયા!

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories