PARAJIT

Author : PINAKIN DAVE

ISBN No : 9788194397717

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : R R SHETH & CO PVT LTD


પુરાણો, ધર્મ, રાષ્ટ્ર અને સંસ્કૃતિને સાચી દ્રષ્ટિએ જોતાં શીખવાડતી કથા આ પ્રાચીન સમયની કથા છે. મહાભારતના યુદ્ધ પહેલાંનો તારકામય સંગ્રામ પુરાણ પ્રસિદ્ધ છે. મહાભારતની જેમ જ આ સંગ્રામ પણ ભાઈઓ વચ્ચેનો છે. જેમ મહાભારતના યુદ્ધમાં પાંડવો અને ધાર્તરાષ્ટ્રો શંતનુના વંશજો છે તેમ જ તારકામય સંગ્રામમાં કશ્યપના વંશજો લડે છે. તેની સરખામણી Trojan War સાથે પણ કરાય એમ છે. તેમાં જેમ Paris દ્વારા Helenનું હરણ કરાયું છે તેમ અહીં ચંદ્ર દ્વારા તારાનું હરણ કરાયું છે અને તેને કારણે યુદ્ધ થાય છે. કશ્યપને મુખ્ય ત્રણ પત્નીઓ હતી. અદિતિ, દિતિ અને દનુ. આમાં અદિતિના પુત્રો `આદિત્યો' તરીકે ઓળખાય છે જે પછી પુરાણોમાં `દેવો' ગણાવા લાગ્યા. દિતિના પુત્રો `દૈત્યો' તરીકે ઓળખાય છે અને દનુના પુત્રો `દાનવો' તરીકે ઓળખાય છે. આ ત્રણે બહેનો છે અને કશ્યપની પત્નીઓ છે. તેથી આદિત્યો, દૈત્યો અને દાનવો ભાઈઓ થાય. આ હું એટલાં માટે દર્શાવું છું કે આપણે ખોટી માન્યતાઓથી ન દોરવાઈએ. આદિત્યો, દૈત્યો અને દાનવો ભાઈઓ જ છે અને તેમની વચ્ચે ઘર્ષણ – યુદ્ધ થાય તેથી કાંઈ દાનવો કે દૈત્યો હીન બની જતા નથી. આ નવલકથાની પાત્રસૃષ્ટિ ઘણાં બધાં પ્રતાપી પાત્રો ધરાવે છે, તેથી તેમની ભાષામાં દર્શન અને ચિંતનનું ગૌરવ પ્રયોજ્યું છે.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories