VANTOLIYO

Author : AZIZ TANKARVI

ISBN No : 9789389858181

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : R R SHETH & CO PVT LTD


આરપાર વીંધી નાંખતી કથા -- હેરોલ્ડ પિન્ટર કહે છે કે, સમાજના હાંસિયાના, સિમાંત, છેવાડાના, વંચિત, શોષિત, અછૂત, હડધૂત માનવોની પીડા-પજવણી, વ્યથા-વેદના, યાતના-યંત્રણાને વાચા આપવાનું કામ સાહિત્કારે કરવાનું છે. એ પૂછે છે કે આપણી નૈતિક ચેતનાને શું થઈ ગયું છે? આપણી ચોતરફ અન્યાય, અત્યાચારનો ભોગ બનતા અસંખ્ય માણસોની યાતના જોઈ આપણામાં કોઈ સંવેદન જાગતું નથી. બધું કોઠે પડી ગયું છે. આપણી અંદરનો હિમસાગર થીજી ગયો છે. કાફકા કહે છે તેમ, સાહિત્યકૃતિએ કુહાડો બની આ હિમશિલાને કાપવાનું કામ કરવાનું છે. અઝીઝ ટંકારવીની `વંટોળિયો’ નવલકથા આપણા સાંપ્રત વિશે પ્રાણપ્રશ્ન પૂછી આપણી ચેતનાને ઝંઝોડે છે. આઝાદી પછી આબાદી આવશે એવું ગોપુદાદાનું સપનું રોળાઈ જતું અહીં તાદૃશ થાય છે. પ્રજાજનોના વંચિત વર્ગનું સશક્તિકરણ તો બાજુ પર રહ્યું, પણ બળિયાઓ દ્વારા આ વર્ગોને પામર બનાવવાના પેંતરા રચાય છે. ભારતીય ઉપખંડની આઝાદી ટાણે ચર્ચિલે જે ભવિષ્યવાણી ઉચ્ચારેલી તેની પડખે આ કથા મંડાય છે. આ ભવિષ્યવાણી સાચી પડશે કે શું? એવા વેધક પ્રશ્ન સાથે એ પૂરી થાય છે. સંવેદનશીલ ભાવકના મનમાં આ પ્રશ્ન ઊભો કરવો એ જ આ કથાનું પ્રયોજન છે. - અદમ ટંકારવી

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories