SADABAHAR VARTAO - VARSHA ADALJA

Author : VARSHA ADALJA

ISBN No : 9789389858068

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : SHORT STORIES ( Navlika )

Publisher : R R SHETH & CO PVT LTD


અમર સાગરકથાઓના સર્જક ને પ્રખર પત્રકાર સ્વ. ગુણવંતરાય આચાર્યનાં પુત્રી વર્ષા અડાલજાને બચપણથી જ ઘરમાં નાટક અને સાહિત્યનું વાતાવરણ મળ્યું હતું. કૉલેજકાળ સુધી પહોંચતા સુધીમાં તો ક્લાસિક નાટકોમાં મુખ્ય ભૂમિકા કરી અનેક માન સમ્માન મેળવ્યા હતા. પિતાનું મૃત્યુ, લગ્ન, `રંગભૂમિ' સંસ્થાનું બંધ થવું વગેરે જીવનમાં અણધાર્યા વળાંકોની ક્રિયેટીવ પ્રેરણાથી એમણે લખવાનું શરૂ કર્યું. માત્ર મનની મોકળાશ માટે પકડેલી કલમ અવિરત ચાલતી રહી, `લખવું જીવાદોરી' બની ગઈ. નવલકથા, નવલિકા, નિબંધ, નાટક, અનુવાદ બધાં જ સાહિત્ય સ્વરૂપોમાં એમણે ઊજળો હિસાબ આપ્યો છે. તેમનાં પુસ્તકોની અનેક આવૃત્તિઓ પ્રગટ થતી રહે છે. તેમની નવલકથાઓ સંવેદનીલ હોવાથી તે પરથી ગુજરાતી ફિલ્મ્સ બની. તેમની નવલકથા `મારે પણ એક ઘર હોય'ને ગુજરાત સાહિત્ય પરિષદનું પારિતોષિક ઉપરાંત તેની પરથી ત્રણ વખત ટી.વી. શ્રેણી બની અને તેની પરથી બનેલી ફિલ્મને ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ કથાનું પારિતોષિક મળ્યું ને બીજી ભાષામાં અનુવાદ પણ થયા. `ગાંઠ છૂટ્યાની વેળા' નવલકથા `ગુજરાતી સાહિત્યમાં નવી દિશાના દ્વાર ખોલતી' ગણાઈ હતી. રક્તપિત્તગ્રસ્તોની વેદનાના આલેખ જેવી `અણસાર'ને દિલ્હી સાહિત્ય અકાદમી, કલકત્તાના ભારતીય ભાષા પરિષદ અને ગુજરાત વિદ્યાસભાનું સનતકુમારી પારિતોષિક મળ્યાં છે. ગુજરાતી સાહિત્યમાં તેમનાં પ્રદાન માટે તેમને પ્રતિષ્ઠિત રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories