Author : ANIRUDDH BRAHMABHATT
ISBN No : 9789389858228
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : SHORT STORIES ( Navlika )
Publisher : R R SHETH & CO PVT LTD
નામરુપ જેનાં મૂળ ઊંચે છે અને જેની શાખાઓ નીચે છે એવા ભવ્ય ‘સનાતન’ અશ્વત્થ વૃક્ષનાં પર્ણો પણ ફૂટતાં, ફરફરતાં, ખરતાં અને નામરૂપ ત્યજીને ક્યાંક વિલીન થઈ જતાં જોઉં છું. બધું સતત બદલાતું રહે છે. ‘અશ્વત્થ’ શબ્દ જ કહે છે કે આવતીકાલે આ બધું આ રૂપે નહિ હોય. રૂપોની આ અકળ લીલા જોઈને કોઈક વાર અવાફ થઈ જવાય છે. ચેતનાના ભિન્ન ભિન્ન સ્તરે જીવતાં અનેક માનવીઓ મારા જીવનમાં આવ્યા ને ગયાં. જેઓ હયાત છે તેમનાં રૂપ તેનાં તે નથી રહ્યાં, રહી છે માત્ર સ્મૃતિ. અશ્વત્થનાં પર્ણો ખરીને વિલીન થઈ ગયાં છે, પણ મારા મનમાં કેટલાંક પર્ણો હજી ફરફરે છે. એમનાં રૂપોને આ ચરિત્રનિબંધોમાં શબ્દબદ્ધ કર્યા છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ