KSHAN PRATIKSHAN 2

Author : SHISHIR RAMAVAT

ISBN No : 9788184404586

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : NAVBHARAT SAHITYA MANDIR


કલ્પના કરો કે કચ્છ અને પાકિસ્તાન વચ્ચે પાતળી પટ્ટીની જેમ ખેંચાયેલો સિર ક્રીકના વિવાદાસ્પદ દરિયાના તળમાં કુબેરના ભંડાર જેવો ખજાનો છૂપાયેલો છે. આ ખજાનો એટલે એક અત્યંત દુર્લભ અને દુનિયાથી બિલકુલ અજાણી ખનીજધાતુ. એ જો ભારતના હાથમાં આવી જાય તો દેશના અર્થતંત્રનું આખું ચિત્ર ઝળહળતું થઈ જાય.

...અને એક પ્રાંત છે, જેની જનતા લશ્કરી શાસનના જુલમ નીચે કચડાઈ ગઈ છે. સતત ખોફ નીચે જીવતી આ લાચાર પ્રજા સ્વતંત્ર થવા માટે તરફડી રહી છે. એને આશા છે સક્ષમ પાડોશી પ્રજાતંત્રના વડા પર. જો એ હાથ ઝાલે તો આ શોષિત પ્રજા આઝાદીનો શ્વાસ લઈ શકે.       

શું આ બન્ને સંભાવનાઓ વાસ્તવિકતામાં પરિણમી શકશે? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે તમારે ‘ક્ષણ-પ્રતિક્ષણ’ વાંચવી પડે. આ ફ્યુચરિસ્ટિક નવલકથાના પાને-પાને અને પ્રકરણે-પ્રકરણે ગુપ્તચર સંસ્થાઓની ગતિવિધિઓ, આંતરરાષ્ટ્રીય રાજકારણના આટાપાટા, આતંકવાદના અગનખેલ અને માનવીય સંબંધોનાં મેઘધનુષ્ય ઊઘડતાં જાય છે. આ થ્રિલર વાચકના હૃદયના ધબકાર વધારી દે છે. જોમ અને લગન સાથે પોતાના ભાગે આવેલું કાર્ય પૂરી સજ્જતાથી પાર પાડતાં તેનાં કિરદારો વાચકનાં મન-હૃદયમાં રોમાંચની તીવ્ર લાગણી ભરી દે છે. ‘રૉ’ના બાહોશ ઑફિસર વિવાનના સાહસો, કંઇકેટલાંય રહસ્યોને પોતાના દિલ-દિમાગમાં ધરબીને બેઠેલી શલાકાની ચેષ્ટાઓ અને દેશના અતિ વિવાદસ્પદ વડાપ્રધાનના દાવપેચ શું સિક્રેટ મિશનને એના ગંતવ્યસ્થાન સુધી પહોંચાડી શકશે? આ તમામ ઘટના-પ્રસંગોને શિશિર રામાવતની અલ્ટ્રામૉડર્ન શૈલીમાં લખાયેલી નવલકથા ‘ક્ષણ પ્રતિક્ષણ’માં માણો. આજે જ આ પુસ્તક ખરીદો. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ટૂંક સમયમાં ઉપલબ્ધ બનશે. આજે જ આપનો ઑર્ડર બુક કરાવો.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories