Author : KESHUBHAI DESAI
ISBN No : 9789390298525
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
“હું આવું છું – ઘરે જ રહેજો. આઠ આસપાસ પહોંચું છું.”
વૉટ્સઍપ પર આ મૅસેજ મોકલનાર નાયકની કૅરટેકર તેના જીવનમાં ક્યારેય આવે જ નહીં ત્યારે, એ નાયક અને નાયિકા – બંનેનાં જીવનમાં નિરુત્તર પ્રશ્નોનું વાવાઝોડું સર્જાય છે, જેમાં આકાર વગરનો એક જ અવાજ પડઘાયા કરે છેઃ શું પ્રેમ આટલી હદે રુક્ષ બની જતો હશે, આટલી હદે?
એક તરફ પર્સનાલિટી ડિસઑર્ડરનો ભોગ બનેલી કૅરટેકર અને બીજી તરફ વર્ચ્યુઅલ લવથી ગ્રસ્ત બનેલી પ્રેમિકા – આ બંને લલનાઓ વચ્ચે સંવેદનાની સુનામીમાં ઘેરાઈ ગયેલા નાયકની ખંડિત બનેલી એકલતા, ફરી એકવાર વધુ ને વધુ ગાઢ બની જાય છે. વિશ્વાસના શ્વાસથી ઉઝરડાતી જિંદગીની નિઃશબ્દ ચીસ, કથાના શબ્દે શબ્દે તમને સંભળાશે! ચીલાચાલુ પ્રેમકથાની ઘરેડમાંથી બહાર નીકળી, પ્રેમ અને સંવેદનાની એક નવી જ દિશા ખોલી આપતી આ નવલકથા એકબેઠકે પૂરી કર્યા વિના તમને ચેન નહીં પડે.
ગુજરાતી નવલકથા સાહિત્યમાં એક નવતર પ્રયોગ અને નવતર પડાવ પર લઈ જતી આ પ્રેમકથાએ એક નવું જ સિમાચિહ્ન સર કર્યું છે.