Author : NIMIT OZA
ISBN No : 9789390572854
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : SHORT STORIES ( Navlika )
Publisher : R R SHETH & CO PVT LTD
વાર્તામાં રહેલા પત્રો અને પત્રોમાં રહેલી વાર્તાઓ એમોર મીઓ શું છે ? `એમોર મીઓ’ એક ઇટાલીયન શબ્દ છે. તેનો અર્થ ‘માય લવ’ કે ‘મારો પ્રેમ’ એવો થાય પરંતુ ઈટાલીયન ભાષામાં આ શબ્દ થોડો વિસ્તૃત અર્થ લઈને આવે છે. એમોર મીઓ એટલે ‘તારા પ્રેમને કારણે ટકેલું મારું અસ્તિત્વ- આજે અને હંમેશ માટે.’ પ્રેમીઓ થકી, પ્રેમીઓ વિશે અને પ્રેમીઓ માટે, એક પ્રેમી દ્વારા લખાયેલું આ પ્રેમનું પુસ્તક છે. અહીં વિશ્વ-સાહિત્યની અમર પ્રેમકથાઓ છે. કથામાં રહેલા પ્રેમ-પત્રો અને પત્રોમાં રહેલી પ્રેમ-કથાઓ છે. અહીં સાહિત્ય છે, પ્રેમ છે, જૂનુન છે, કવિતા છે અને જિંદગી છે. આ પુસ્તકમાં એવા મહાન સાહિત્યકારો, કલાકારો, સંગીતકારો અને વિજ્ઞાનીઓની સત્ય-કથાઓ છે જેમણે સાન, ભાન અને માન ભૂલીને પ્રેમ કર્યો. પોતાનું અસ્તિત્વ ગુમાવી અને ભૂલાવીને તેઓ પ્રિયજનને ચાહતા રહ્યાં. આ એવા પ્રેમીઓની વાત છે જેમણે ફક્ત પ્રેમ નથી કર્યો, પ્રેમની નીડર અભિવ્યક્તિ પણ કરી છે. ભવિષ્યની અસલામતી, દુનિયાના ડર કે સમાજના અભિપ્રાયોની પરવા કર્યા વગર છેલ્લા શ્વાસ સુધી તેમણે પોતાના પ્રેમને જીવતો રાખ્યો. ધારદાર, શાનદાર અને યાદગાર રીતે. આ એવા પ્રેમીઓની વાત છે જેમણે પ્રેમ અને ચાહતની ક્રાંતિનો પવન ફૂંક્યો. જેણે જગતના વિચારો અને વિચારધારા બદલી નાંખી. આ પ્રેમીઓ સાથે સંકળાયેલી દરેક વાતો ઈતિહાસના પાનાંઓમાં અમર થઈ ગઈ. તેમની વાર્તાઓ, પત્રો, પ્રેમ અને પુસ્તકો. આ લોકો એ વાતની પુષ્ટિ કરે છે કે જ્યાં સુધી ભીતર કશું જોડાતું કે તૂટતું નથી, ત્યાં સુધી કશું જ સર્જાતું નથી. -ડૉ. નિમિત્ત ઓઝા