Author : VIRAL VAISHNAV
ISBN No : 9788194110750
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : SHORT STORIES ( Navlika )
Publisher : K BOOKS
પ્રસ્તુત છે દેશદેશાવરની ટૂંકી વાર્તાઓનો એક અનોખો રસથાળ. ટૂંકી વાર્તાઓ માત્ર વાર્તાઓ નથી હોતી, જેતે દેશના ઇતિહાસ, સમાજ અને સંસ્કૃતિનો આયનો હોય છે.
આ શ્રેણીના પુસ્તકોમાં વિશ્વના દિગ્ગજ લેખકોની સશક્ત કલમનો સર્વશ્રેષ્ઠ અર્ક સમાવાયો છે. વાર્તાઓની પસંદગીમાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમામ વય અને સ્તરના લોકો માણી શકે તેવી ચિરકાલિન વાર્તાઓ જ પસંદ કરવામાં આવી છે. આજે જ નહીં પણ આજથી સો વર્ષ પછી પણ માણવી ગમે તેવી વાર્તાઓ આ શ્રેણી માટે પસંદ કરવામાં આવી છે. ફ્રાંસ આધુનિક ટૂંકી વાર્તાઓનું જનક માનવામાં આવે છે. ફ્રાંસનાં ગાય દ મોપસાંને આધુનિક ટૂંકી વાર્તાઓના શહેનશાહ અથવા આધુનિક ટૂંકી વાર્તાઓના પિતામહ માનવામાં આવે છે તો ફ્રાંસનાં જ ઓનોર દ બાલ્ઝાકને ટૂંકી વાર્તાઓમાં વાસ્તવવાદનાં પ્રણેતા માનવામાં આવે છે. ફ્રાંસમાં લગભગ તમામ પ્રકારની ટૂંકી વાર્તાઓ લખાઈ છે. આ સંગ્રહમાં ફ્રાંસમાં લખાયેલી ટૂંકી વાર્તાઓની એક ઝલક મળી રહેશે. આ શ્રેણીના પુસ્તકો ફક્ત વાંચવા માટે નથી, આકંઠ માણી તેમાં તરબોળ થઇ જવા માટે છે. આવો ડૂબકી લગાવીએ વિશ્વસાહિત્યના મહાસાગરમાં...