MAUN EKBIJANU

Author : KAJAL OZA VAIDYA

ISBN No : 9789390521838

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : NON FICTION

Publisher : ZEN OPUS


જે સંબંધો સુંવાળા નથી એ સંબંધોને પકડી રાખવા સરળ છે, કારણ કે એ સરકી જાય એવા લિસ્સા નથી, પણ ટકી જાય એવા ખરબચડા છે. આપણને બધાને આપણા અહંકાર સાથે ખૂબ પ્રેમ છે. દર્પ-અહંકારનું સૌથી મોટું પ્રતીક દર્પણ છે, જેમાં દર્પને પંપાળવાની મજા આવે છે, એ જ તો દર્પણ છે. પોતાના ચહેરાથી વધુ મહત્ત્વનું જગતમાં કશું હોઈ શકે જ નહીં એ લાગણી દર્પણ જગાડે છે અને એ લાગણીને વધુ ને વધુ ભડકાવે છે. દર્પણથી સહેજ દૂર જઈને જોઈએ તો જ ખબર પડે કે આખું જગત જીવે છે...
[ પુસ્તકના ‘વો લોગ જો જ્યાદા જાનતે હૈં, ઇન્સાન કો કમ પહચાનતે હૈં’ લેખમાંથી ]

લગ્નનો સંબંધ પરસ્પર વિશ્વાસ, સ્નેહ, પ્રેમ, સમજદારી, સમર્પણ, વગેરે વગેરે શબ્દો સાથે જોડાયેલો છે, પરંતુ એમાં સેક્સ કે શારીરિક સંબંધોનું મહત્ત્વ તદ્દન નકારી શકાય એવું તો નથી જ. આ સમાજમાં ફેલાતી બેફામ સેક્સ્યુઆલિટી કે મનફાવતા શારીરિક સંબંધોને નિયંત્રિત કરવા માટે લગ્નની સંસ્થા અમલમાં આવી. એક પુરુષ અનેક પત્નીને પરણી શકે એવા નિયમમાંથી ભારતીય બંધારણે એક સ્ત્રી અને એક પુરુષનો કાયદો ઘડ્યો. ફિડાલિટી અથવા વિશ્વસનીયતા એ લગ્નની જરૂરી બાબત ગણવામાં આવી. પતિ-પત્નીએ લગ્નમાં હોય ત્યાં સુધી એકમેકને વફાદાર રહેવું, એક પત્ની જીવતી હોય ત્યારે બીજાં લગ્ન થઈ શકે નહીં... વગેરે વગેરે અધિકારો અને સમજણ ભારતીય બંધારણે હિન્દુ મૅરેજ ઍક્ટ નીચે ઊભાં કર્યાં, પરંતુ આમાં લગ્નના અધિકારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સ્વસ્થ અને યુવાન પત્ની પોતાના પતિને એના લગ્નના અધિકારો માણતાં કે ભોગવતાં રોકી શકે નહીં, આવી જ રીતે સ્વસ્થ અને યુવાન પતિએ પોતાની પત્નીની શારીરિક જરૂરિયાતોને સંતોષવી એ કાયદામાં જરૂરિયાત ગણવામાં આવી છે.
[ પુસ્તકના ‘યે ‘ભોગ’ ભી એક તપસ્યા હૈ...’ લેખમાંથી ]

માટે કે એકબીજાની પોલ ખોલવા માટે આ સોશિયલ સાઇટનો ઉપયોગ કરતા રહીએ છીએ. આપણે માટે આ મફત છે... ઇન્ટરનેટ સિવાયના કોઈ પૈસા આપણે ચૂકવવા પડતા નથી. ગમે તેટલા કલાકો આપણે ઝઘડવામાં, પ્રેમ કરવામાં કે બીજાની જિંદગીમાં ડોકાચિયાં કરવા માટે વાપરીએ, ઝુકરબર્ગ આપણી પાસેથી પૈસા માગતો નથી એટલે આપણને લાગે છે કે, મફતની આટલી પંચાત... કે પબ્લિસિટી, મજાની વાત છે, પરંતુ જેટલા લોકો આ સોશિયલ સાઇટ ઉપર આવે છે એ તમામ લોકોને પરાણે જોવી પડતી ઍડ્‌વર્ટાઇઝમેન્ટ ઝુકરબર્ગની આવકનું સાધન છે. કોઈકની આવકનું સાધન બનીને આપણે જ જગતભરને મનોરંજન પૂરું પાડીએ છીએ એ વાતની આપણને ખબર પણ નથી! આશ્ચર્યની વાત એ છે કે, આપણે આપણા નિકટના દોસ્તો કે સ્વજનોને આપણી જિંદગીમાં દખલ દેવાની પરવાનગી નથી આપતા, પરંતુ જગત આખાને આપણાં સુખ-દુઃખ અને વિચારો જણાવવામાં આપણને વાંધો નથી.
[ પુસ્તકના ‘ફેસબુકઃ ઝઘડા કરવા જાહેરમાં કેમ જવું પડે?’ લેખમાંથી ]

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories