Author : CHINTAN MADHU
ISBN No : 9789390572526
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
ચીન, અમેરિકા અને ભારત…. || એક છે વિશ્વની સૌથી મોટી વસ્તી ધરાવતો અને મહાસત્તા બનવા માટે થનગનતો દેશ, તો બીજો છે વિશ્વ ઉપર રાજ કરતો ડૉલરિયો દેશ અને એ બંનેના ત્રિભેટે છે સંસ્કૃતિ અને આધુનિકતાથી શોભતો આપણો ભારત દેશ.|| વિશ્વમાં ડ્રેગન તરીકે જે ઓળખાય છે એ ચીન, કોઈપણ પ્રકારે વિશ્વની મહાસત્તા બનવા માટે કાવાદાવા કરતું જ રહે છે. તો તેની સામે જ અમેરિકા પણ પોતાની સત્તા ટકાવી રાખવા માટે મરણિયા પ્રયાસો કરતું રહે છે.|| ચીનનો મહારથી પોતાની કૂટિલ ચાલબાજી દ્વારા કોઈપણ રીતે મહાસત્તા થવાનું સપનું સાકાર કરવા માંગે છે અને એને અટકાવવા માંગે છે ભારતના બાહોશ અને નીડર જાસૂસ.|| "શું ચીની ડ્રેગનને અટકાવી શકશે ભારતના જાસૂસ?" "કોણ અને કેવા હોય છે આ જાસૂસ?" "શું દેશ માટે જાસૂસ પોતાનું જીવન ખરેખર ન્યોછાવર કરે છે?" "મહાસત્તા બનવાની રમતમાં કોણ જીતશે અને કોણ હારશે?" "શું ચીનના કાવતરાનો સનસનીખેજ પર્દાફાશ થશે? " ચીનના કુટિલ કાવતરાની રમત અને અટપટી ચાલબાજીના ખેલમાં કોણ થશે ચૅકમેટ?|| ગુજરાતી ભાષામાં સૌપ્રથમવાર રજૂ થતી જાસૂસી દુનિયાની અને જાસૂસના જીવનની ક્યારેય પ્રકાશમાં નહીં આવેલી એવી સાચી બાજુને રજૂ કરતી આ સનસનાટીભરી દિલધડક અને રોમાંચક કથા તમારો શ્વાસ થંભાવી દેશે.