Author : FYODOR DOSTOEVSKY
ISBN No : 9789351628842
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : GURJAR SAHITYA PRAKASHAN
Currently Unavailable - Still you can add in CART.
વિશ્વસાહિત્યની અણમોલ કૃતિ એટલે ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ. રશિયન સર્જક ફ્યોદોર દોસ્તોયેવ્યસ્કીની 1866માં પ્રગટ થયેલી આ નવલકથા વિશ્વસાહિત્યની અમર અને બેજોડ કૃતિ ગણાય છે.
કથાનું મુખ્ય પાત્ર રાસ્કોલ્ની કોફ અત્યંત દારુણ ગરીબી ભોગવતો કાયદાશાસ્ત્રનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. એકલવાયાં જીવનમાં ગરીબી અને હતાશાનો શિકાર બનેલા કોફ્ને એક દુષ્ટ વિચાર આવે છે. કિંમતી વસ્તુઓ સામે નાણાં ધીરવાનું કામ કરતી એક વૃદ્ધ સ્ત્રીની હત્યા કરી અને એની મિલકત લૂંટી લેવાનો આ વિચાર તે એક તબક્કે અમલમાં પણ મૂકે છે. આ કૃત્ય કર્યા બાદ એને પસ્તાવો થાય છે અને એનું મન વિષાદમાં ઘેરાઈ જાય છે. કથામાં અન્ય મહત્વનાં પાત્રોમાં એની બહેન અને પ્રેમિકા પણ છે. આ તમામ પાત્રો વાચકના મનમાં વિચારોના વમળ સર્જીને ઊથલપાથલ કરી શકે એવાં શક્તિશાળી બન્યાં છે. વાંચનારને અંદરથી વલોવીને હચમચાવી મૂકે એવી આ સશક્ત કથા પેઢીઓ સુધી વંચાતી રહી છે અને વંચાતી રહેશે.