Author : DALPAT CHAUHAN
ISBN No : 9789393109026
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : GURJAR SAHITYA PRAKASHAN
કંઈક અજવાળું ભળાય છે. માનવીઓને એક નાનકડા ગામના, નાનકડા મહોલ્લાને છોડીને આગળ જવું સ્વપ્ન લાગે. અદ્ભુત સફર. માનવી ગુફાવાસી હતો, ગુફા છોડી ઝાડની ડાળીઓ પર વસ્યો. પછી ડાળીઓ તોડી ઘોલકું બાંધ્યું લાકડાનું. માટીનાં ભીંતડાં ઊભાં કર્યાં, ઉપર છત નાખી. ભીંતડાં પાકાં થતાં ગયાં, પથ્થર ઈંટ, ચૂનો, સિમેન્ટ... વિકાસ, વિકાસ. જાણે ગઈકાલે જ આખું વિશ્વ સર્જાયું! એક ચમત્કાર! ચાલો, ગયો સમય પંડિતો વાંચતા નથી એ વાત સત્ય હશે, પણ અમારે એટલે કે દલિતોએ `આટલે' આવતાં કેટલા યુગ વહી ગયા હશે? હર યુગમાં વિકાસની દોડમાં દલિત-પીડિત સૌથી છેલ્લા રહ્યા છે. આજે પણ એ વાત સત્ય... સત્ય જ છે. છેવાડાનો માનવી છેલ્લે જ છે. એમાંનાં કેટલાંકની કથા માંડી બેઠો છું.