Author : NAVIN VIBHAKAR
ISBN No : 9789391261146
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : SHABDLOK PRAKASAN
ઍલેકઝાંડર ધ ગ્રેટ સિકંદર ઇતિહાસમાં લિજેન્ડ - દંતકથારૂપ બની ગયો છે. અસંખ્ય વખત ઘવાયા છતાં, યુદ્ધોની જેમ તે મૃત્યુને પણ જીતી જતો. અદ્ભુત રીતે તેણે દુનિયાના અનેક દેશો જીત્યા ને ફક્ત બત્રીસ વરસની યુવાવયે રહસ્યમય રીતે તેનું મૃત્યુ નિપજ્યું. એના જમાનામાં તે યુદ્ધનો દેવતા ગણાતો. આજના જમાનામાં તે જાલિમ ઘાતક કહી શકાય. લાખ્ખો સૈનિકો–માનવીઓને તેણે હણી નાંખ્યા હતા. પ્રખ્યાત સ્કૉલર અને ઇતિહાસકાર ગાય મૅક્લિન રોજરે હજારો વર્ષ પહેલાંનો ઇતિહાસ ઉથલાવ્યો ને આ જીવનકથાને ઝગમગાવી, એક ‘મિથ’ — દંતકથા ઊપસાવી અને એક ન સમજાય, રહસ્યમય ‘જિનિયસ’—અદ્ભુત, નિષ્ણાત, ઉમદા એવા માનવીને વાચકો સામે રજૂ કર્યો. તેની દુનિયા જીતવાની મહત્ત્વાકાંક્ષાને કોઈ સીમા નહોતી. મૅસેડોનિયાથી ઇન્ડિયા સુધીની તેની જીવનકથા લખાઈ. ગાય રોજર્સે તેને પૌરુષેય પ્રતિમા તરીકે રજૂ કર્યો. સ્ત્રીઓનું સન્માન એ તેનો ઉમદા ગુણ હતો. વફાદાર મિત્ર બની શકે તે તેણે પોરસને મિત્ર બનાવી બતાવી આપ્યું. સ્ત્રીઓને સત્તા પણ આપી. રોજર્સ સિકંદરની પર્શિયાની સંસ્કૃતિ અને તેની જાતીયતાના સંબંધોએ તેનું પતન લાવ્યું, જે તેના મૃત્યુનું કારણ બન્યું. પોરસનાં સાહસ, સ્વાભિમાન અને બહાદુરીથી સિંકદર ઘણો પ્રભાવિત થયો. કહેવાય છે કે સિકંદરે તેનું રાજ્ય પરત કર્યું, પણ તેની પાછળ મુખ્ય કારણ બીજું હતું. વાસ્તવમાં સિકંદર આવા બાહુબલી રાજાને મિત્ર બનાવી ભારતમાં આગળ વધવા માગતો હતો, પણ તેનું એ સ્વપ્ન સાકાર ન થયું, કારણ કે પોરસની બહાદુરીથી અંજાઈ ગયેલા સિકંદરના સેનાપતિઓને તત્કાલીન ભારતના રાજાઓ અને તેના શૂરવીર સૈન્યની કલ્પના કંપાવી રહી હતી. તેથી પોતાના સૈન્યમાં જ વિદ્રોહ ન થાય તે હેતુથી સિકંદરે ભારતવિજયની મનસા ત્યાગીને સ્વદેશ પાછા ફરવાનું ઉચિત માન્યું.