Author : ARWIND RAY
ISBN No : 9788195129645
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : NAVBHARAT SAHITYA MANDIR
કેદારનાથની ભૂમિ પર પાંગર, બીંજ, અખરોટ, ચીડ-પાઈનનાં વૃક્ષોની છાયામાં ઘણાં અમીરસ જેવાં ઝરણાને કાંઠે પ્રપાતનાં પડતાં મધુરાં જળની ધારાની નજદીક યુગલ કંદર્પના પંચબાણમાંનું નજરનું એક બાણ પરસ્પર ચહેરા પર જાણે મોરપીછ ફેરવી રહ્યું હતું! કિન્તુ, એમાં સંતાતા મોહક સ્મિત સાથે તગતગતી વેદના દઝાડી રહી હતી. પ્રેમ પૂર્વધારણાનો વિષય નથી. કોઈ પૂર્વભવનો ડૂમો લઈને જિવાતું હોય છે. વેદના થતી હોય છતાં સંવેદના અંકુરિત થાય છે, એ નિર્વાણની ગતિ છે. એ સ્વ-અસ્તિત્વમાં ઓગળી જાય છે, કારણ કે એ જડ નથી, બળ છે; સ્થિતિ નથી, ગતિ છે, એટલે દુનિયા બીજને મહાન ગણે છે. બીજ થકી સૌની સિસૃક્ષા સાકાર થાય છે.