Author : KAJAL MEHTA
ISBN No : 9789394502604
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
સમાજ સમલૈંગિક સંબંધને સમજીને સ્વીકારવાની ગડમથલમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે એક બાય સેક્સ્યુઅલ માણસ પોતાની અંદરની મૂંઝવણનો સામનો કેવી રીતે કરતો હશે? શ્રીધરના ગૂંગળાવી નાખે એવા ભૂતકાળે, એના વર્તમાન પર સમાજ સામે આદર્શ પુરુષ બની રહેવાનું ભારેખમ વજન ધરબી દીધું છે. પોતાની વાસ્તવિકતાને દુનિયાથી છુપાવી રાખવા એ એક જુઠ્ઠી અને ચમકતી દુનિયા બનાવીને જીવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફિમેલ ફોલોઇંગ, બ્રાન્ડેડ કપડાં, ફાંકડું ઇંગ્લિશ, હીરો જેવી સ્ટાઇલ, ખુશ લગ્નજીવન અને ઠાઠવાળી લાઇફસ્ટાઇલ. આ બધાંની વચ્ચે શ્રીધર કોઈ એક ખૂણો શોધી રહ્યો છે, જ્યાં પોતાનો બધો ભાર ઉતારીને હળવો થઈને જીવી શકે. શ્રીધર હવે પોતાના બિન-પરંપરાગત સેક્સ્યુઅલ ઇન્ટરેસ્ટને છુપાવી રાખવાની સ્ટ્રગલને અલ્પવિરામ આપીને થાક ઉતારવા એ બેબાકળો થઈ ચૂક્યો છે. શું એની લાઇફ એને ચાન્સ આપે છે સાચા બનવાનો? શું કોઈ એવો ખૂણે મળે છે જ્યાં એ પોતાની જુઠ્ઠી જિંદગીનો ભાર ઉતારીને હળવો થઈ શકે? માણસ જુઠ્ઠું શા માટે બોલવા લાગે છે? નશાનો શિકાર કેમ બને છે? સમાજના બનેલા ખોખલા નિયમોની એક સારા માણસના જીવન પરની અસરોનો ચિતાર કરાવતી વાર્તા છે – `શુગર Daddy'.