MANNUN MAKEOVER

Author : RAVI ILA BHATT

ISBN No : 9789394502017

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : NON FICTION

Publisher : R R SHETH & CO PVT LTD


મનનું Makeover મન, મગજ બધું આમ જોવા જઈએ તો એક જ છે પણ જ્યારે જીવનના કોઈ તબક્કે પહોંચીને નિર્ણય કરવાનો આવે ત્યારે તે ‘મગજ’ થઈ જાય છે. તેવી જ રીતે જ્યારે વ્યક્ત થવાનું હોય અથવા તો કશું સ્વીકારી લેવાનું હોય ત્યારે ‘મન’ બની જાય છે. મગજ હંમેશાં તર્ક કરે છે અને મન અનુમાનના ઘોડા દોડાવે છે. બંનેને ‘જો’ અને ‘તો’ વચ્ચે રહેવાની આદત છે. તેના કારણે જ આપણે ઘણી વખત ‘ટુ બી ઓર નોટ ટુ બી’ જેવી સ્થિતિમાં આવી જઈએ છીએ. આ સ્થિતિમાં ન આવવું હોય તો સૌથી પહેલાં પોતાના મનનું Makeover કરવાનું છે. ક્યારેય કોઈ વસ્તુ ધારી શું કામ લેવી... શક્ય હોય તો સામેની વ્યક્તિને પૂછી ન લઈએ. જ્યારે બધું જ ધારણાના આધારે ચાલે ત્યારે મન જૂની ઘટનાઓ, જૂની યાદો અને જૂની સમસ્યાઓથી ભરેલા બાવા બાઝી ગયેલા માળિયા ધરાવતા જર્જરિત ઘર જેવું થઈ જાય છે. આવા મનનું Makeover કરવાનું છે. સ્નેહ, વિશ્વાસ, સાથ, સહકાર, સંવેદના જેવી અનેક લાગણીઓ ભરીને તેને મેઘધનુષી કરવાનું છે. મન મેઘધનુષી થઈ ગયું તો અનુમાનનાં રંગીન ચશ્માં ઊતરી જશે, જેથી સંબંધ અને સમાજ આપોઆપ ગમતા થઈ જશે. ગમતી વ્યક્તિ સાથે એક સાંજ પસાર કરવી, મિત્રો સાથે ગપાટા મારવા, પરિવાર સાથે એકાદ-બે દિવસનું વૅકેશન માણવું અને રોજિંદી ઘરેડમાંથી બ્રેક લેવો અને ‘મનનું Makeover’ કરીને સમયાંતરે સંબંધોમાં નવી તાજગી ભરતાં રહો..

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories