VIBHAJIT

Author : PINAKIN DAVE

ISBN No : 9789393795243

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : R R SHETH & CO PVT LTD


વિભાજન.   હૃદય સોંસરવા ઉતરી જાય એવા આ શબ્દને અનુભવનારની પીડાનો જવાબ ઈતિહાસ પણ આપી શકતો નથી.   આપણા દેશની પ્રજા સદીઓથી વિભાજીત થતી રહી છે. ક્યારેક ધર્મના આધારે, તો ક્યારેક નાત-જાત, વર્ણ, ભાષા, પ્રાંત કે સંપત્તિના આધારે વિભાજનની પીડા ભોગવવાનું થતું જ રહ્યું છે. ભારત-પાકિસ્તાન હોય કે નાઝી-યહુદી કે પછી ગરીબ અને તવંગર - વિભાજનથી પીડિત પરિવારની પેઢીઓ સુધીનું નસીબ ફંગોળાઈ જતું હોય છે.   દેશના ભાગલા થતાં અનેક ઉમંગો અને સપનાંઓને આંખમાં આંજીને કરાંચીથી ભારત આવી વસતા એક કુટુંબની આ કથા છે. વિભાજનનો અજગર કેવી રીતે, એક પછી એક વ્યક્તિ અને છેવટે ત્રણ પેઢીઓને પોતાના ભરડામાં લઈને વેરવિખેર કરી નાંખે છે એની આ હૃદયદ્રાવક કથા તમને પણ હચમચાવી નાંખશે.   `વિભાજન’ની પીડાની વ્યથા અને સંવેદનાને આલેખતી આ નવલકથા ગુજરાતી ભાષામાં વિરલ ગણી શકાય તેવી છે.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories