CHHELLU YUDDHA

Author : MAVJI MAHESHWARI

ISBN No : 9789393795397

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : R R SHETH & CO PVT LTD


સોને કી ચીડિયા કહેવાતાં ભારતીય ઉપખંડ સાથે વેપાર કરવાના હેતુથી ઈ.સ. 1600માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી અને ઈ.સ. 1611માં કંપનીને ભારતમાં મુઘલ રાજા જહાંગીર દ્વારા પ્રથમ ફૅક્ટરી સુરત ખાતે નાંખવાની મંજૂરી આપવામાં આવી. ભારતની ભોળી પ્રજા માટે ગુલામીની તો આ માત્ર શરૂઆત જ હતી. ચતુર અને ખંધા અંગ્રેજોએ પોતાની કુટિલ નીતિ દ્વારા ભારતને લૂંટવાનું શરૂ કર્યું. ધીમેધીમે વેપારની જગાએ સત્તાનો ખેલ શરૂ થયો અને 146 વર્ષમાં જ ઈ.સ. 1757માં ભારતના મોટા વિસ્તાર ઉપર કંપનીરાજનું શાસન થઈ ગયું હતું. રાજવીઓને સુરક્ષા આપવાના બહાના હેઠળ કંપની દ્વારા વહીવટ પોતાને હસ્તક લેવામાં આવ્યો અને ભારતને ગુલામીની ઝંઝીરોમાં બાંધીને જકડવાનો કારસો સફળ થયો. ઈ.સ. 1857ના વિપ્લવ બાદ ઈ.સ. 1858માં જ બ્રિટિશ સરકાર દ્વારા કંપની પાસેથી વહીવટ અને સત્તા લઈ લેવામાં આવી અને બ્રિટિશરાજનું સીધું શાસન લાગુ પાડવામાં આવ્યું. કંપનીરાજના 247 વર્ષના શાસનમાં ભારતની સમૃદ્ધિ, કુટુંબવ્યવસ્થા, શિક્ષણવ્યવસ્થા વગેરેને ઊધઈની માફક કોરીને ખોખલો કરી દેવાનું ખંધા અંગ્રેજોનું કાવતરું હજી પણ પ્રજાની સમજની બહાર હતું. ઈ.સ. 1858થી ઈ.સ. 1947 સુધીનાં 89 વર્ષના ગાળામાં સામ, દામ, દંડ અને ભેદની ઝેરી નીતિથી આખા ભારત ઉપર કાળી ગુલામી લાદવામાં આવી. આ 336 વર્ષનો સમયગાળો ભારત માટે કાળસમય બનીને રહ્યો.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories