Author : ASHOK DAMANI
ISBN No : 9789395556132
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
અશોક દામાણીની આ કથા ‘અંતરિયાળ’ એક વિચારશીલ અને સંવેદનશીલ મહિલા સરકારી અધિકારી અપર્ણા જોષી અને તેના ગાયનેકોલૉજિસ્ટ પતિ સુકેતુ જોષીના સહિયારાં દાંપત્યજીવન તથા રહસ્યમય પૂર્વજીવન વિશેની કથા છે. શિક્ષિત, આધુનિક જોષીદંપતી પોતાના પ્રોફૅશનલ કમિટમેન્ટ્સને કારણે સતત વ્યસ્ત રહેતાં હોઈ એકમેકને પૂરેપૂરાં ઓળખી-પિછાણી શકે એ પહેલાં તો વર્ષો વહી ગયાં છે. અંગત સમયમાં પણ અવારનવાર પરસ્પરના વ્યવસાયિક પ્રશ્નો અને નૈતિક સમસ્યાઓ જ બંનેને ઘેરી વળે છે. પરિણામે પોતપોતાનાં જીવનની કેટલીક મહત્ત્વની ખાનગી બાબતો એકમેકથી છાની રહી જાય છે. આધુનિક દાંપત્યજીવનની આ વિડંબના છે. આ કથા પતિ-પત્ની વચ્ચેની અંતરંગ પળોમાં પ્રગટતાં પરસ્પરનાં રહસ્યોને વાર્તાપ્રવાહમાં એવી રીતે સાંકળે છે કે અંગત અને જાહેરજીવનની સીમાઓ તૂટીને સમાજના વ્યાપક પ્રવાહો સાથે ભળી જતી વરતાય છે. કથાકથનની આ પ્રયુક્તિ લેખકને એકવીસમી સદીના ગુજરાતી નૈતિક, સામાજિક અને રાજકીય મૂલ્યો વિશેની ઠેઠ હમણાં હમણાંની પરિસ્થિતિ નિરૂપવા પ્રેરે છે. બ્યૂરૉક્રસી અને પ્રજાએ ચૂંટેલી સરકારના પ્રતિનિધિઓ વચ્ચેના સંબંધની એક વિરૂપ સચ્ચાઈનો પર્દાફાશ કરતી અપર્ણા સતત પ્રજા પ્રત્યેની પોતાની જવાબદારી અને મંત્રીઓની સંવેદનહીનતા વચ્ચે શટલ થતી રહે છે. રાજસત્તા સાથે અવિભાજ્ય રૂપે જોડાયેલી ધર્મસત્તાને કારણે અપર્ણા અને સુકેતુ વર્તમાન સમાજમાં વધુ ને વધુ વકરતી દંભી ધાર્મિકોની અંધ સત્તા પ્રત્યે આક્રોશ વ્યક્ત કરે છે.