CHORAS TIPU

Author : DHIRUBEN PATEL

ISBN No : 9789389361018

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : SHORT STORIES ( Navlika )

Publisher : ZEN OPUS


માણસને પોતાના જ ડહાપણનો ભાર લાગે એવું બને? હા, બની શકે. શક્ય છે કે સમયના વહેણમાં તરી રહેલા માણસને ખુદનાં સત્યો અપ્રસ્તુત કે અસરહીન લાગવા માંડે. આવી સ્થિતિમાં એ કશુંક ‘આઉટ-ઑફ-ધ-બૉક્સ’ વિચારે, અત્યાર સુધી જ્યાં ક્યારેય જોયું નહોતું એવી દિશામાં નજર દોડાવે, એવું બને. પાણીનું ટીપું ગોળ જ શા માટે હોવું જોઈએ? તેને ચોરસ આકાર ધારણ કરવાની છૂટ મળે તો? ધીરુબહેન પટેલે આ પુસ્તકમાં આ પ્રકારની શક્યતાઓને તાગવાની કોશિશ કરી છે. પુસ્તકનાં શીર્ષકની ટૅગલાઇન છે, ‘રમતિયાળ ડહાપણની વાતો’. અહીં ‘રમતિયાળ’ શબ્દ ચાવીરૂપ છે. આ પુસ્તકમાં ધીરુબહેન પટેલની લાક્ષણિક શૈલીમાં લખાયેલી નાની નાની ત્રેપન કથાઓનો સંગ્રહ થયો છે. વાર્તાઓનાં શીર્ષક પણ કેવાં મજાનાં - ‘કાણી પાણીપૂરી’, ‘અતો પતો ફતો અને કતો’, ‘એ અને એનો સરવાળો’... સુંદર પ્રોડક્શન વૅલ્યુ ઘરાવતું રસાળ પુસ્તક.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories