Author : DR RIDDHI MEHTA
ISBN No : 9789390791217
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : THE WRITE ORDER
"ખામોશી" શું કહે છે આ ખામોશી? કોઈ સમયે બે સારા વાક્યો કોઈની જિંદગી બનાવી દે છે તો કોઈની ચુપકીદી જિંદગી સજાવી પણ દે છે...! બસ આજ એક અદમ્યતા પર રચાઈ છે આ સુંદર નવલકથા...! બે સમાંતર પ્રવાહમાં ચાલતી નવલકથામાં કામિની નામની બાળકી પર સામૂહિક બળાત્કાર થતાં એનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે. દરેક વ્યક્તિ જેમ ઇચ્છતું હોય કે આરોપીને ફાંસી જ થવી જોઈએ..એવુ તો બન્યું જ છે પણ એનાથી એક વિશેષ કે મૃત્યુ પામીને તો એ સામેવાળા વ્યક્તિની પીડા સમજી શકાતી નથી પણ જીવિત રહીને એ વ્યક્તિને કેવી રીતે સજા આપવી એનો એક અનોખો વિચાર છે અહીં...! એ જ રીતે લાવણ્યા નામની કોડભરી કન્યા જે પોતાના મંગેતરને લગ્નના થોડા દિવસો પહેલાં જ ગુમાવી દે છે પણ એનાં વિશ્વાસ અને પ્રેમને અકબંધ રાખવા પરિવારજનો જે ખામોશી અપનાવે છે અને એ સમજદારીભરી ચૂપકીદીથી કઈ રીતે એની જિંદગી બદલાઈ જાય છે...એવી જ પ્રેમભરી લાગણીઓ, કાવાદાવા, સ્નેહનાં સંબંધો, વિશ્વાસ, કરુણતા અને અનેક ઉતાર ચડાવની કસોટીઓ છતાં સૌને સ્પર્શતું એક ઉગમણુ કિરણ એટલે 'ખામોશી' એક જ બેઠકે વંચાઈ જાય એવી અપ્રતિમ નવલકથા એટલે "ખામોશી"