Author : DIPIKABAA PARMAR
ISBN No : 9789390791156
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : THE WRITE ORDER
લખાણનું બળ ત્યારે વધારે સારી રીતે સમજાય છે જ્યારે વાંચકોનો અનન્ય પ્રેમ અને પ્રતિભાવ સાંપડે છે. આ નવલકથા જ્યારે પ્રતિલિપિ પર લખાઈ રહી હતી ત્યારે આ નવલકથાના નવા પ્રકરણ વગર સવાર પડતી નથી એમ કહેનારા વાચકોએ લખવાનો ઉત્સાહ બમણો કર્યો હતો. જીવન જીવવાના બે રસ્તાઓ હોઈ શકે છે. એક દુઃખી થઈને અને બીજો પરિધિનો! એક લખનાર તરીકે આ નવલકથા વડે મારા માટે પણ ઘણું શીખવું શક્ય બન્યું છે. સ્ત્રીઓ મુખ્યપાત્ર તરીકે હોય એવી નવલકથાઓ લખવી એ મારા માટે રસનો વિષય રહ્યો છે. એ દિશામાં જાનકી પછી આ બીજું કદમ છે. સ્ત્રી પાત્રો પણ નિર્મળ હાસ્ય ઉત્પન્ન કરી શકે છે. પોતાની આસપાસ હકારાત્મકતાનું એક વર્તુળ ઊભું કરીને પરિધિ વાચકને માટે પ્રેરણારૂપ બની શકે તો લખવાનો પ્રયાસ સફળ થશે. ધન્યવાદ!