Author : LIN YUTANG
ISBN No : 9789393124395
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : GURJAR SAHITYA PRAKASHAN
વિશ્વવિખ્યાત ચીની લેખક લીન યુ ટાંગની ‘મીસ તૂ' નામની સુપ્રસિદ્ધ લઘુનવલનું કથાવસ્તુ ચીનની લોકકથા પરથી લેવામાં આવેલ છે. ગુજરાતીમાં આ કથા વાચકો સમક્ષ મૂકવામાં કાન્તિભાઈ શાહે બંગાળની ધરતીને ધ્યાનમાં લઈ ભારતીય ભૂમિકામાં રૂપાંતરણ કરી તેમના સુંદર કસબનો પરિચય આપેલો છે. કવિ શ્રી કરસનદાસ માણેકે જેને પોતાના સામયિક `નચિકેતા' માટે પસંદ કરેલું તે આ રૂપાંતર છે.
`મીસ તૂ'માંથી ચિત્રા નામકરણ પામેલી વારાંગનાના હૃદયમાં પણ પ્રેમનું કેવું ઉમદા તત્ત્વ પડેલું છે અને તેને અન્યાય કરનાર એનો પ્રેમીજન આખરે પશ્ચાત્તાપના અગ્નિમાં પડી, બળીને કેવો ભસ્મ થાય છે તેનું વેધક ચિત્ર આમાં આપ્યું છે. કથા-વસ્તુ અને કથાનો અંત માત્ર ભારતીય વાતાવરણ સાથે જ નહિ, પણ ભારતીય આદર્શ સાથે પણ આબેહૂબ કદમ મિલાવે છે તેનું રૂપાંતરકારે બખૂબી કર્તૃત્વ નિભાવ્યું છે, કથાનકનો વાર્તારસ વાચકને એકધારો પ્રાપ્ત થાય તેવી ’ચિત્રાની પ્રેમકથા' અહીં પ્રસ્તુત છે.