PRATHAM PATNI ANE BIJI VATO

Author : PEARL S BUCK

ISBN No : 9789393124272

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : GURJAR SAHITYA PRAKASHAN


અમેરિકન મશહૂર નવલકથાકાર પર્લ બક દ્વારા ચીનની સંસ્કૃતિને ઉજાગર કરનારી અનેક નવલકથાઓ વિશ્વસાહિત્યને મળી છે. તેમણે ટૂંકી વાર્તાઓ પણ ઠીક-ઠીક સંખ્યામાં લખી છે, અને તેમાં પણ નવલકથા જેટલી જ સફળતા તેમને મળી છે. કલાની દૃષ્ટિએ તેમની કેટલીક વાર્તાઓ બહુ જ ઉચ્ચ કોટિની છે.

 

એમની વાર્તાઓ સારા અને વફાદાર ભોમિયાની જેમ આપણો હાથ ઝાલીને ચીનનાં પહાડો, નદીઓ, નગરો, ગામડાંઓ, ગલીઓ, રસ્તાઓ અને નાનાં ઘરોમાં લઈ જઈ છેક અંતઃપુરની અંદર દોરી જાય છે. એટલું જ નહિ, ચીનનાં પ્રત્યેક વર્ગનાં શહેરો તેમજ ગામડાંના જમીનદારો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, અમલદારો, વેપારીઓ, જૂના તેમજ નવા યુગનાં હજારો સ્ત્રીપુરુષોનાં અંતઃકરણના ગર્ભભાગ સુધી ખેંચી જઈ એમની અંતઃસૃષ્ટિનાં દર્શન કરાવી આપણને તાજ્જુબ કરે છે. આવું હતું ચીન ! આ સંગ્રહમાં આપેલી પ્રથમ પત્ની નવલિકા જગતની કેટલીક ઉત્કૃષ્ટ કોટિની નવલિકામાં સ્થાન પામેલ પ્રસિદ્ધ નવલિકા છે.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories