Author : KAJAL OZA VAIDYA
ISBN No : 9789389361575
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : ZEN OPUS
Currently Unavailable - Still you can add in CART.
આ કથાઓનું ફોર્મેટ આમ તો 'ટૂંકી વાર્તા'નું છે, પણ કેટલીક વાર્તાઓ લાંબી છે. જીવનના પ્રવાસમાં કેટલાંક વળાંકે મળી ગયેલા, થોડાં ડગલાં સાથે ચાલેલા અને પછી કોઈક વળાંકે છૂટા પડી ગયેલા અનેક પાત્રો આ વાર્તાઓમાં ચહેરા બનીને ઉપસ્યા છે. સાચું કહું તો આ વાર્તાઓ મારા જીવનની જિગ્સોના નાના નાના ટુકડા છે. આમાંના કેટલાય પાત્રો મારા જીવનમાં છે અથવા હતાં... ક્યાંક હું પોતે છું તો ક્યાંક મેં કલ્પી લીધેલા, મને ગમી ગયેલા, મારા જીવનમાં નહીં પ્રવેશી શકેલા કે પછી જબરજસ્તી ધક્કો મારીને મારા જીવનમાં પ્રવેશીને મારી દુનિયાને વીખેરીને ચાલી ગયેલા એવાં લોકો છે જેમણે મને આ વાર્તાઓ આપી છે. હું એ બધા પાત્રોની આભારી છું કારણ કે, જો એ મારી સાથે ચાલતા રહ્યા હોત તો મારા જીવનમાં બહુ ભીડ થઈ ગઈ હોત! મને એકાંત ગમે છે, મારું એકાંત મારી વાર્તાઓનો કોરો કાગળ છે. એ કાગળ પર મેં દોરેલા મારા જીવનની કેટલાંક મહત્વની કેટલીક ક્ષણો, અનુભૂતિઓ અને સંવેદનાઓ... કેટલાંક આંસુ અને કેટલાંક સ્મિત, કેટલીક મધુર તો કેટલીક કડવી ક્ષણોના આ સ્કેચિસ એટલે મારી વાર્તાઓ. કોઈકની સાથે થોડાં ડગલાં સાથે ચાલવાથી અંગત સ્મૃતિનું એક આલ્બમ તૈયાર થાય છે. આ આલ્બમ મારી વાર્તાઓનો સંગ્રહ બનીને તમારી સામે પ્રગટ થયો છે.