EK TEEPU ZAKALNU

Author : VARSHA ADALJA

ISBN No : 9788119132744

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : SHORT STORIES ( Navlika )

Publisher : R R SHETH & CO PVT LTD


‘પ્રસાદજી નેતાઓના ચીંધ્યા કામ કરતાં આજે કર્યા છે તે તું જુઓ છે ને ઉમા? પણ હું ઘરસંસારને ખીંટે ભરાઈને પાછળ રહી ગઈ. અમારી વચ્ચે એક જ સમાનતા, અમને બાળક જોઈતું હતું અને રન્નાદેએ મારો ખોળો ભરી દીધો.” ઉમાએ જોયું એની બુઝાયેલી આંખમાં એક તણખો ઝગી ઊઠ્યો. આ સ્ત્રીએ શું કહેલું બેઠી ભોંય ખોદવી રહેવા દે ઉમા. પણ ભોંયમાં ઊંડે ઊંડે દટાયેલા સોનાના ચરૂ જ નથી હોતા, ક્યારેક કુંડળી મારી બેઠેલો ભોરિંગ ઝેરી ફૂંફાડા મારતો હોય છે. ‘મને હતું ઉમા કે આ બાળકને હું એવું મારું બનાવીશ કે એના બાપનાં વારસને એ સદંતર નકારી દે.’ એની આંખનો તણખો બુઝાઈ ગયો. ‘પછી તું મારા જીવનમાં આવી દેરાણી થઈને, મને હતું તું આ નિષ્પ્રાણ ઘરમાં પ્રાણ ફૂંકશે. પણ એમની આંખ તારા પર હતી. એમની પોલિટીકલ લાઇફમાં તારા જેવી યુવાન સુંદર સ્ત્રી બહુ કામ આવે અને તું એમને, મારા પતિને વારસ પણ આપે, અને કોઈને વહેમ પણ ન આવે.’ ઉમા ધ્રૂજી ઊઠી. એક સ્ત્રીએ બીજી સ્ત્રીને કરેલો આ ગર્ભિત ઇશારો! ‘બોન્સાઈ’

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories