PREMNI PARAKASTHA

Author : JAYANTILAL MAKWANA

ISBN No : 9789393235725

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : NAVBHARAT SAHITYA MANDIR


પ્રેમની પરાકાષ્ઠા’ નવલકથામાં સુખી ઘરની દીકરીનું લગ્નજીવન સંઘર્ષમય અને દુઃખિયારું રહે છે. સુખ મળવાની આશાએ જ્યાં જ્યાં નજર કરે, ત્યાં સુખ જોવા મળશે! પરંતુ નજીક જાય તો ઝાંઝવાના જળ જોવા જ મળતા આથી ગમગીન થઈ જતી. પોતાની એન્જિનિયર દીકરી અમીને જોઈને સુખી રહેતી. દીકરી અમીએ તેના સાહેબ યુગને ધર્મનો ભાઈ બનાવેલ. અમીનાં મમ્મી દીકરીના સાહેબના દાદા-દાદી તથા માનસિક રોગથી પીડાતા યુગના પપ્પાની ખબર પૂછવા જાય છે. ઘરમાં દાખલ થતાં દાદા-દાદીની વેદના જોઈ દુઃખી થાય છે. યુગના પપ્પાની માંદગી જોઈ આઘાત લાગે છે. યુગના પિતાના ઑપરેશન માટે દાદાના પેન્શનના બધા રૂપિયા તથા તેમનું ઘર વેચવું પડેલ. ડૉક્ટર સાહેબના કહેવા મુજબ યુગના પપ્પાને બીજું ઑપરેશન કરવું પડશે! બીજા ઑપરેશન માટે અમેરિકાના ડૉક્ટર એક કરોડ રૂપિયાની મદદ કરી આપે છે. અમેરિકાના ડૉક્ટરની ઇચ્છાથી યુગના દાદા-દાદી તથા અમીનાં મમ્મીના કુટુંબ સાથે સામાજિક સંબંધો બંધાય છે. ડૉક્ટર સાહેબ અમીનાં મમ્મીના ઉદાર ચરિત્રનો પરિચય કરાવતા યુગના દાદા-દાદીનો પશ્ચાતાપ, રુદ્રને મળેલા પ્રેમની પૂર્ણતા, અમીનાં મમ્મીનું બલિદાન સાંભળતા વાતાવરણમાં કરુણતા છવાઈ જાય છે. દાદા-દાદી અમીનાં મમ્મીની પ્રેમની પરાકાષ્ઠા અને તેનું સમર્પણ જોતાં ધનિક કુટુંબની દીકરી પ્રત્યેની તેમની નફરત-માન્યતા તદ્દન ખોટી પડે છે. તે નતમસ્તકે અમીનાં મમ્મીની માફી માગે છે અને તેમણે કરેલ ભૂલનો પશ્ચાતાપ કરે છે. રુદ્રનાં માતા-પિતાના અધૂરા રહેલા અરમાનો પૂરા કરવા અમીનાં મમ્મીનું રુદ્ર પ્રત્યેનુ બલિદાન જોતા અમીનાં મમ્મીના ખભે માથું નાખી રુદ્ર આંસુ સારતા રડી પડે છે.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories