THE MUMBAI TIMES guj

Author : GITA MANEK

ISBN No : 9788119644452

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : R R SHETH & CO PVT LTD


ભારતભરના યુવાનોને મુંબઈની ચમકદમકભરી જિંદગી હંમેશાં આકર્ષતી રહી છે. રાજકોટના મધ્યમવર્ગીય પરિવારનો સંજય આવા જ આકર્ષણથી ખેંચાઈને પોતાની ઑનલાઇન ફ્રૅન્ડ ક્રિષ્નાના આમંત્રણથી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર ઊતરે છે અને શરૂ થાય છે તેની જિંદગીની એક અનોખી સફર. ખૂબ જ પૈસાદાર પરિવારની ક્રિષ્નાની સંગાથે સંજયનો પરિચય મુંબઈના શ્રીમંતોની ગ્લૅમરસ લાઇફથી માંડીને એની પાછળના અંધકાર તેમજ ગંદા-ગોબરા જીવન સાથે પણ થાય છે. મુંબઈમાં સંજયના આ ટૂંકા વસવાટ દરમિયાન તે રોલર કોસ્ટર રાઇડની જેમ અનેક ઉતાર-ચઢાવમાંથી પસાર થાય છે. આ નવલકથામાં સુપરરીચ લાઇફસ્ટાઇલની અને બે ટંક ખાવા અને માથે છાપરું શોધતા મુંબઈગરાના સંઘર્ષની, તો પ્રેમના નામે ખેલાતા વાસનાના ખેલ અને સ્વાર્થ વિનાના સાત્ત્વિક પ્રેમ-સંબંધોની વાતો પણ છે. અહીં સંબંધોનો વસ્તુની જેમ વપરાશ કરનારાઓની વિકૃત માનસિકતાનું આલેખન છે, તો બીજી તરફ સગપણ વિનાના સંબંધો માટે ફના થઈ જનારા મુંબઈના અસલી મિજાજને પણ ઝિલાયો છે. દિલધડક વળાંકો ધરાવતી આ રોમાંચક નવલકથા વાચકને સતત જકડી રાખે છે.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories