Author : VICKY TRIVEDI
ISBN No : 9789392592591
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : ZEN OPUS
આધુનિક સમયમાં માનવરૂપે જન્મેલી નાગિન અને ઇચ્છાધારી નાગની પ્રણયકથા આ કહાનીનો વ્યાપ માનવલોક અને નાગલોક એમ બે લોકને સમાવે છે. તેમાં નાયક અને નાયિકાના બે નહિ પણ ત્રણ જન્મના અંતરાલો છે. આ નવલકથામાં રાજાઓનો ઇતિહાસ છે, ગુલામીની બેડીઓ છે, સતરમી સદીમાં લડાયેલા એક લોહિયાળ જંગ છે, ધર્મ છે, પ્રાચીન સમયમાં ધર્મના આડશે છુપાવી રાખેલ વિજ્ઞાન છે, તે વિજ્ઞાનને જાણી લેવા થતો કત્લેઆમ છે, પ્રાચીન રહસ્યો સાચવી બેઠેલા મદારીઓનો ઇતિહાસ છે, ભારતની જાદુગર કોમનો જંગ છે, ગોરા અંગ્રેજોની લાલસા છે, હિન્દ માટે શહિદ થયેલા સેંકડો શુરવીરોની ગાથા છે. આકાશી ચંદરવામાં નક્ષત્રોની એવી ગોઠવણ જે સ્વસ્તિક આકારનું મુહૂર્ત રચે છે અને તેની અસર પૃથ્વી પર હર એક વખતે એક ભયાનક યુદ્ધને આમંત્રણ આપે છે જેના સાક્ષી નાયક અને નાયિકા શ્રાપને લીધે બને છે અને સર્જાય છે નાગમણિ સિરીઝની કથા-નક્ષત્ર, મુહૂર્ત અને સ્વસ્તિક ત્રણ ભાગમાં વહેંચાયેલી પળે પળે ઉત્કંઠા જગાવતી એક ફેંટસી, રોમાન્ટિક થ્રિલર અને સસ્પેન્સ નવલકથા...!