Author : AVANI DESAI JARIWALA
ISBN No : 9788196954437
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
પ્રેમ એટલે એક એવી દિવ્ય અનુભૂતિ કે કદાચ એની કોઈ ચોક્કસ વ્યાખ્યા કરી શકાય નહીં પણ સાચો પ્રેમ એને કહી શકાય કે જેના પાયામાં સંવેદના, સન્માન અને સ્વીકાર હોય. અભિષેક તરફથી ધસી આવતા લાવા પર જાણે અર્જુન નામની એક નાનકડી વાદળી આવી વરસતી અને મીરાંને અપાર શાંતિ અનુભવાતી, છતાં જીવનમાં પ્રેમ શબ્દ માટે તો અભિષેક જ, એવી ગાંઠ તેના મનમાં વાળીને બેઠી હતી. અર્જુને પણ એ ગાંઠને કદી તોડવાનો પ્રયત્ન ન કર્યો. તે ઇચ્છતો કે મીરાં જો આ ગાંઠને કારણે દુઃખી થઈને પોતે જ ગાંઠ છૂટી પાડે તો તે તેને સહાય કરશે અને એ પણ જો મીરાં ઇચ્છે તો જ... ...અને પછી શરૂ થાય છે મીરાંનું મહાભિનિષ્ક્રમણ. શું મીરાં પોતાનાં સ્વાભિમાન અને આત્મવિશ્વાસને નેવે મૂકીને અર્જુનરૂપી પ્રેમસાગરમાં વહેવા માંડે છે? મીરાંની આ મૂંઝવણ એને કઈ દિશા તરફ લઈ જશે? આધુનિક મીરાંનાં પ્રેમ, તર્પણ અને સમર્પણની દિશા તમને પણ ચકિત કરી દેશે.