Author : RAJNIKUMAR PANDYA
ISBN No : 9788119644216
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
સાલ 1980માં મેં ‘ઝબકાર’ કૉલમ શરૂ કરી હતી. મૂળભૂત રીતે હું ટૂંકી વાર્તાનો લેખક એટલે સમાજાભિમુખ ન હોવા છતાં ધીરેધીરે એ કૉલમે સત્યઘટના અને પાત્રોની પોતાની તથ્યાત્મકતા વચ્ચેનું સાવ ટૂંકી વાર્તા નહીં અને સાવ માહિતી કે ચરિત્રલેખ પણ નહીં એવું કોઈ વિશિષ્ટ સ્વરૂપ આપોઆપ પકડી લીધું. એને ચરિત્રલેખોનું માન મળવા ઉપરાંત એના માધ્યમથી સમાજસેવા અને વ્યક્તિ સહાય જેવાં કાર્યો પણ થવાં માંડ્યાં. સંગીતકાર જયકિશન ઉપરના લેખની ચમત્કારિક અને ઐતિહાસિક અસર થઈ. લેખની સીધી અસરને કારણે જયકિશનના પૈતૃક ગામ વાંસદા જ્યાં કોઈ ગયું નહોતું ત્યાં જયકિશનનું પૂર્ણ કદનું સ્ટેચ્યૂ ઊભું કરાયું. આવી તો અનેક ઘટનાઓ `ઝબકાર’ને કારણે ઘટી તે મારા માટે સાર્થકતાનો અનુભવ રહ્યો. કોઈ એક વ્યક્તિની અંદરની સમૃદ્ધિની ચમત્કૃતિને દર્શાવતું આ લખાણ અત્યંત લોકપ્રિય બન્યું. ગુજરાતી ભાષામાં ક્લાસિકની કક્ષામાં મુકાયેલાં આ લેખો અંગે મળેલા અનેક પત્રોમાંથી અમુક ચૂંટેલાં કથનો અહીં મૂક્યાં છે. – રજનીકુમાર પંડ્યા ---