Author : KALPANA PALKHIWALA
ISBN No : 9788119644049
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : SHORT STORIES ( Navlika )
Publisher : R R SHETH & CO PVT LTD
Currently Unavailable - Still you can add in CART.
અલ્પવિરામથી પૂર્ણવિરામ સુધી પહોંચવાની આ વાતો છે.
એશિયન સાંસ્કૃતિક પરંપરામાં જીવનમાં કુટુંબ હાર્દરૂપ છે. સંયુક્ત પરિવારો આપણી પરંપરા છે. પરિવારોમાં એક છત્ર હેઠળ રહીએ કે દૂર, પરંતુ વડીલોની રાહબરી, વાત્સલ્ય સદાય વરસતાં જ રહે છે અને આવું જ આપણા મિત્રમંડળ સાથે પણ બનતું હોય છે. આમાં મનદુઃખ, રીસ, ગુસ્સો, ઉપેક્ષા, પ્રેમ, લાગણી એ બધાંનો શંભુમેળો જામેલો જ રહે છે. આમાંથી કોઈને મળીએ તો એક મંદ સ્મિતથી આવકાર તો હોય જ, પણ જ્યારે એ સ્મિતને સિફતથી હટાવી વ્યક્તિની અંદર ઝાંખવાનો પ્રયાસ કરીએ, ત્યારે તેઓને મનદુઃખ થયેલા ઘણા પ્રસંગો પરથી પડદો હટી જાય છે. આ સંજોગોમાં બનેલી સારી-માઠી ઘટનાઓ જે અજોડ નથી હોતી, પરંતુ એક માનસિક ત્રાસ આપે છે. એ વાતો મનમાં ને મનમાં જ, પેલા અલ્પવિરામની જેમ, ધરબાયેલી રહે છે. એમાંથી છૂટવાની મથામણ છોડીને એ જ મંદ મંદ સ્મિત સાથે વ્યક્તિ જીવનની રફતારમાં ફરી ફરીને પરોવાય છે. આવાં અલ્પવિરામોની આ વાતો છે.