Author : BHARAT TANNA
ISBN No : 9789361971402
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
એક ઉદ્યોગપતિ અને એક ખ્યાતનામ ઍડવોકેટ જ્યારે પોતાનાં સંતાનોનાં લગ્ન-પ્રેમ સંબંધે બંધાય છે ત્યારે કોને કેવા સંજોગોમાં પરસ્પરના વૈચારિક વંટોળનો સામનો કરવો પડે છે તેનો અણસાર આપતી આ નવલકથા આજનાં યંગસ્ટર્સને એટલા માટે પસંદ પડશે કે એમાં એ બધાં જ સમાધાનો બતાવાયાં છે, જે સમસ્યાઓમાંથી યંગસ્ટર્સ પસાર થઈ રહ્યાં છે! પ્રેમ અને વાસના – આ બંને અનુભૂતિને એકબીજાનો પર્યાય સમજી બેઠેલી પદ્માવતી, વેસ્ટર્નાઇઝ લાઇફસ્ટાઇલને એકાએક તરછોડીને શા માટે હિમાલયના આશ્રમમાં તપસ્વિની બનીને એ રહેવા માંડે છે? જેને મળવા માટે આકાશ-પાતાળ એક કરતો કથાનાયક ઈશ, પદ્માવતીને છેવટે મળે છે ત્યારે, એક સમયે પ્રેમનો પાઠ ભણાવતી પદ્માવતી અત્યારે ઈશને જિંદગીનો કયો બોધ આપી વિદાય કરે છે? શું ઈશ અને અપૂર્વા વચ્ચે ફરી એકવાર લીલી લાગણીઓ લહેરાવા માંડે છે? સંબંધ સિલેબસના આ પ્રશ્નોના સચોટ ઉત્તર તમને ‘લીલી લાગણીઓનું ખેતર’ નવલકથામાં અચૂક મળશે. એક જ બેઠકે નવલકથા વાચન પૂરું કરવાની જીદ જગવતી આ નવલકથામાં આવતી ઇમોશન થ્રિલ, તમને બેશક ગમશે!