Author : TINA DOSHI
ISBN No : 9789361977794
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : SHORT STORIES ( Navlika )
Publisher : R R SHETH & CO PVT LTD
નરી આંખે ન દેખાતા પણ સમાજને ઊધઈની જેમ ફોલી ખાતા અપરાધના વાઇરસને ડામતા અને અપરાધીને ઝબ્બે કરતા ઇન્સ્પેક્ટર કરણ બક્ષીની કથાઓ એટલે આ પુસ્તક `21 Case ફાઈલ્સ’. ચાલાક ગુનેગારની ચાર આંખ હોય છે, પણ કરણ બક્ષીની આઠ આંખ છે. એ ઝાઝી હીરોગીરી કર્યા વિના સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને તર્કશક્તિને આધારે ઇન્વેસ્ટિગેશન કરે છે. એ કઈ રીતે ગુનેગાર સુધી પહોંચે છે તેની રોમાંચક કથાઓનું આલેખન એટલે આ પુસ્તક. એક રીતે જૂઓ તો શરીરને ફોલી ખાતા વાઇરસની સામે કરણ બક્ષી વૅક્સિનની જેમ કામ કરે છે. નંદરાય નથવાણીને ઘરે થયેલી ચોરી, સુરીલી સરવૈયાની હત્યા, મુખ્યમંત્રી દેવદત્ત દેસાઈના બંગલામાંથી ચોરાયેલા દસ્તાવેજો, મિસરી મર્ડર કેસ, વીરચંદ વિરાણી હત્યા કેસ, મનસુખલાલ મર્ડર કેસ, કંદરાનું અપહરણ, પલ્લવીની આત્મહત્યા, સખી મહિલા મંડળમાં થયેલી ચોરી, વૈજ્ઞાનિક સત્યમ સારાભાઈની કરપીણ હત્યા હોય કે કિટીપાર્ટીમાં થયેલી હીરાની ચોરી હોય.... દરેક કેસમાં કરણ બક્ષી ગુનાનું પગેરું પકડીને ગુનેગાર સુધી કઈ રીતે પહોંચે છે એ વાંચીને તમારા હોશ ઊડી જશે. રહસ્યકથાનું `રહસ્ય’ કથામાં જ વણી લેવાયું છે. કથાઓની ગૂંથણી એ રીતે કરાઈ છે કે વાચક પણ કરણ બક્ષીની જેમ ભેજું કસીને અપરાધી સુધી પહોંચી શકે છે. અપરાધીને પકડવાની તક તમને પણ છે. તો છો ને તૈયાર ? અપરાધીને ઝડપવા..