VAULT OF VISHNU

Author : ASHWIN SANGHI

ISBN No : 9789395339988

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : NAVBHARAT SAHITYA MANDIR


એક પલ્લવ રાજકુમાર તાજ પહેરવા માટે કંબોડિયા જાય છે, જે પોતાની સાથે એવાં રહસ્યો લઈને જાય છે, જે સદીઓ પછી અનેક મહાયુદ્ધોનું કારણ બનવાનાં છે.

પ્રાચીન ચીનમાં એક બૌદ્ધ સાધુ ભારતના પ્રવાસે નીકળે છે. એમના સમ્રાટને સર્વશક્તિમાન બનાવી શકે એવા કોયડાની ખૂટતી કડીઓ તેઓ શોધી રહ્યા છે.

એક પૂર્વ-નિયોલિથિક આદિજાતિ એમના પવિત્ર જ્ઞાનને બચાવવા માટે સંઘર્ષ કરે છે, પરંતુ ભારત-ચીન સરહદ પર સંભળાઈ રહેલાં યુદ્ધનાં પડઘમથી સંપૂર્ણપણે અજાણ છે.

દરમિયાન, કાંચીપુરમ્ મંદિર જ્યાં સ્થિત છે, એ નગરમાં એક વૈજ્ઞાનિક પ્રાચીન ગ્રંથોને ઉકેલી રહ્યો છે, જે એના પર નજર રાખતા સિક્રેટ એજન્ટ્સથી અજાણ છે.

આ ઝંઝાવાતમાં એક યુવા ઇન્વેસ્ટિગેટર ફસાય છે, જેનો પોતાનો ભૂતકાળ ઘણો જટિલ છે. આગામી સમયમાં સમસ્ત વિશ્વમાં સત્તાનું સંતુલન જળવાઈ રહે એ માટે તેણે સમય સામે દોડ લગાવવાની છે.

અશ્વિન સાંઘીની રોમાંચક અને અંધારી દુનિયામાં આપનું સ્વાગત છે, જ્યાં દંતકથા અને ઇતિહાસ એકરસ થઈને પાને પાને ઉત્કંઠા જગાવતી કથા રચે છે.

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories