KALACHAKRA NA RAKSHAKO

Author : ASHWIN SANGHI

ISBN No : 9789395339964

Language : Gujarati

Categories : GUJRATI BOOKS

Sub Categories : FICTION

Publisher : NAVBHARAT SAHITYA MANDIR

Currently Unavailable - Still you can add in CART.


જુદા જુદા દેશના વડાઓ પર એક અનામી હત્યારો કાળ બનીને ત્રાટકે છે. તબીબી કુશળતા ધરાવનારો આ ઘાતકી ખૂની પોતાની પાછળ કોઈ પગેરું છોડડતો નથી.

અશ્વિન સાઁઘીની મંત્રમુગ્ધ કરી દેતી અંધકારમય દુનિયામાં આપનું સ્વાગત છે.

આ રહસ્યકથામાં, અશ્વિન સાંઘી આસ્થાના સંઘર્ષમાં એકબીજા સામે જંગે ચડેલા લોકોની હિંસક દુનિયાનું ચિત્રણ કરે છે, જેમાં વિજય સુંદરમ્ નામનો એક વૈજ્ઞાનિક સંડોવાય છે, જેને એની પ્રયોગશાળાની બહારની દુનિયા કેટલી ક્રૂર છે એનો બિલકુલ અંદાજ નથી.

કેટલીક ભેદી ઘટનાઓ વિજયને ઉત્તરાખંડના જંગલોમાં ઊંડે આવેલી એક સંશોધન સંસ્થા – મિલેસિયન લેબ્લ – ની ભૂલભુલામણી સુધી ઘસડી જાય છે. એ આદિકાળના એક એવા રહસ્યની ચાવી સુધી પહોંચે છે, જે માનવજાતના પતનનું કારણ બની શકે એમ છે. પોતાના વાસ્તવિક દુશ્મનોથી સંપૂર્ણપણે અજાણ વિજય માનવતાને અને પોતાને બચાવવા માટે સમય માટે દોટ લગાવે છે.

રામના લંકાગમનથી બૌદ્ધ ધર્મના ઉદય સુધી, વહાબિઝમની ઉત્પત્તિથી LIGOના ગુરુત્વાકર્ષણ તરંગ-ડિરેક્ટર સુધી, તંત્રસાધકોના સ્મશાનથી લઈને ઓવલ ઑફિસના અધિકારીઓ સુધી અને મિનર્વાની અજ્ઞાત વિધિથી લઈને નાલંદાના અંધારિયા ખંડેર સુધી...

કાળચક્રના રક્ષકો એ એક એવી સફ છે, જે તમે અધ્ધર શ્વાસે પૂરી કરશો, જ્યાં સુધી તમામ કડીઓ અને રહસ્યનો તાગ ન મળે, ત્યાં સુધી વાચક આ નવલકથાને પોતાના હાથમાંથી નીચે નહીં મૂકી શકે. વાર્તાના અંતે એક એવો વળાંક આવે છે, જેની તમામ કલ્પના પણ નહીં કરી હોય!

  • No Comments.
Name(Required)
Mobile No(Required)
Email (Required)
Comments

New Copies are not available for sale.
Old Copies are not available for sale.

Related Categories