Author : KARSANJI ARJANJI RATHOD
ISBN No : 9789393237125
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : NAVBHARAT SAHITYA MANDIR
Currently Unavailable - Still you can add in CART.
ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં, થરાદ પાસે આવેલું ‘વાડિયા’ આજે પણ કુખ્યાત છે. ટ્રક ડ્રાઇવર રણજીતનું અવાર-નવાર ત્યાં જવાથી એક વેશ્યા સાથે બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ જાય છે. એક દિવસ મોકો જોઈને તેણીની બે વર્ષની બાળકીને સાથે લઈને બંને ભાગી જાય છે અને ડીસા આવીને સ્થાયી થાય છે અને ત્યાં વસવાટ કરે છે. દસ વર્ષ વીત્યા પછી ડીસામાં એક લઠ્ઠાકાંડમાં રણજીતનું મૃત્યુ થાય છે. મા અને દીકરી બંને નિરાધાર થઈ જાય છે. આગળ-પાછળ અહીં તેમનું કોઈ નથી તેથી બંને એકલાં પડે છે. સાત ધોરણ સુધી ભણીને કલાવતીને જીવનનિર્વાહ માટે અભ્યાસ છોડવો પડે છે અને ડીસાને જ તેઓ પોતાની કર્મભૂમિ બનાવે છે. મા-દીકરી જીવનનિર્વાહ માટે પ્રથમ દેશી દારૂનો અડ્ડો ચાલુ કરે છે. સમય જતાં એ જ અડ્ડામાં વિદેશી દારૂ પણ વેચવા લાગે છે. તે પછી એ જ લાઇનમાં આગળ વધીને રાજસ્થાનમાંથી “ડી.એસ.” સાથે મળીને ગુજરાતમાં ઇંગ્લિશ દારૂની પેટીઓ પહોંચાડવાની લાઇન ચાલુ કરે છે. તેમાં તેઓ ખૂબ જ કમાય છે. ત્યારબાદ સંજોગો કલાવતીને રાજકારણમાં ખેંચી લાવે છે. રાજકારણમાં તેણીને સારા અને નરસા બધા જ અનુભવો થાય છે. તે ડીસા તાલુકા પંચાયતની પ્રમુખ બને છે અને આગળ વધીને ગુજરાત સરકારમાં મંત્રી પણ બને છે. નખી લેક કિનારે પોતાના બંગલામાં સૂતાં એક પરોઢે તેણીને એક સ્વપ્ન આવે છે જેમાં તેણી અખંડ ભારતની મહાસમ્રાજ્ઞી હોય છે અને ભારત ઉપર રાજ કરે છે. આ સ્વપ્નને સાકાર કરવા તે મનમાં નિર્ણય કરે છે. માણસ જન્મથી નહિ પરંતુ કર્મથી મહાન બને છે તે સાબિત કરવા અને સિદ્ધ કરવા તેણી મચી પડે છે. કલાવતીએ જોયેલા સ્વપ્ન મુજબનું અખંડ ભારત, વિકસિત ભારત, વિશ્વગુરુ ભારત અને દરેક ક્ષેત્રમાં નંબર-૧ ભારત બનાવવા અને તેની સમ્રાજ્ઞી બનવા તેણીએ કરેલી મહેનત, અભ્યાસ, પુરુષાર્થ, સાધના અને સંઘર્ષની આ કથા છે.