Author : MITUL THAKER
ISBN No : 9789361971938
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
અગિયાર પેઢીઓથી ધરબાયેલા રહસ્યને ઉજાગર કરવા અભય પેલા ભયાનક માર્ગ પર પગલું માંડી ચૂક્યો છે ત્યારે તેનો પડછાયો બને છે મહામાયાની વર્તમાન વંશજ, સુંદર પણ કાતિલ એવી એક રહસ્યમયી સ્ત્રી! આર્યોના પાંચ વંશોમાં સૌથી વધુ પ્રતિભાવાન ઇક્ષ્વાકુનો વંશજ ભગીરથ જંબુદ્વીપ તરફ મક્કમ ગતિએ પ્રયાણ કરી રહ્યો છે ત્યારે તેની સાથે જોડાય છે પોતાની પુત્રી રુકેલવા માટે ઝૂરતો સુમેરવાસી ગિલગામેશ, અઢળક સુવર્ણ સાથે! જંબુદ્વીપમાં દ્રવિડ મહાબલી પરશુ અને નાગ વાસુકિ, આર્યો દ્વારા ઉપહાર સ્વરૂપે મળેલાં સુવર્ણ અને મહાન વિષ્ણુની મૂર્તિ માટે યોગ્ય ભૂમિ શોધી રહ્યા છે. મહામાયા દ્વારા શુક્રાચાર્યને મળેલું સંજીવનીનું રહસ્ય પામી લેનાર લંકાનો અધિપતિ રાવણ પોતાની પત્ની મંદોદરીના ગર્ભમાંથી અવતરનાર બાળકીની આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યો છે, જે તેના મૃત્યુનું કારણ બનવાની છે. સદીઓથી આર્યોના માર્ગને રૂંધી રહેલાં આર્યોના કટ્ટર શત્રુ કિરાતો અને હિમાલયમાં વસતાં, સદીઓ પુરાણા શત્રુ, નાગવંશ સક્રિય થયાં છે. ભયાવહ સુવર્ણમય વિશ્વ એવા ‘સનાતન સુવર્ણ મહાગાથા’ના દ્વિતીય અધ્યાય ‘સૂર્ય’માં આપનું સ્વાગત છે.