Author : RAJANI PATEL
ISBN No : 9789361970771
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
Currently Unavailable - Still you can add in CART.
એક સમયે ગામમાં જેની ધાક અને હાક બોલાતી, એ હરજીમુખી પટેલ જિંદગીના અંતિમ દિવસોમાં એક-એક ટંકના મોહતાજ શા માટે બન્યા? પોતાની સંતતિને જ મોટી સંપત્તિ માનનારા હરજીમુખી, જીવનની છેલ્લી ક્ષણોમાં કયા ઝંઝાવાતનો ભોગ બનીને લોહીનાં આંસુ સારવાં મજબૂર બન્યા? છેવટે મૃત્યુ પામેલા હરજીમુખીના હાથની અધખુલ્લી હથેળીમાં રહેલો કાગળ કોનો હતો? એ કાગળમાં શું લખ્યું હતું? આવા અનેક પ્રશ્નો સર્જતી આ નવલકથા ગામડાના એક ખેડૂતના જીવનની વ્યથા-કથા તો છે જ, પણ સાથેસાથે વ્યાજના વિષચક્રમાં ફસાતી જિંદગીનો એક મૌન ચિત્કાર પણ છે. એક બેઠકે વાંચી લેવાનું આકર્ષણ જન્માવતી આ નવલકથા તમને સંવેદનભર્યા જીવનના સાક્ષી બનવાનો અવસર પૂરો પાડશે! શબ્દની એક નવી જ આબોહવા, એક નવી જ શૈલી અને એક નવી જ રજૂઆત લઈને આવતી આ નવલકથા, કોઈપણ ચીલાચાલુ નવલકથા કરતાં જુદી પડે છે, કારણ કે...! એ માટે તો તમારે નવલકથા જ વાંચવી પડે!