Author : VARSHA PATHAK
ISBN No : 9789361972881
Language : Gujarati
Categories : GUJRATI BOOKS
Sub Categories : FICTION
Publisher : R R SHETH & CO PVT LTD
Currently Unavailable - Still you can add in CART.
મહાભારતની દેવકીને વર્ષોના કારાવાસ પછી એના પુત્ર કૃષ્ણએ મુક્ત કરી. હું આજની દેવકી છું, મારા પુત્રએ વર્ષો પછી પૂછ્યું કે, એનો પિતા કોણ હતો? બાર વર્ષની ઉંમરે જે માસૂમ છોકરી પર બે જણે વારંવાર બળાત્કાર કરીને એને ગર્ભવતી બનાવી દીધી હોય એ વીસ વર્ષ પછી શું જવાબ આપી શકે? પરંતુ જવાબ મેળવવાનો, ન્યાય માગવાનો સમય આવી ગયેલો. કોઈએ ક્યારેય સાંભળી સુધ્ધાં નહોતી, એવી લડાઈ મેં શરૂ કરી. પણ મારી પાસે કોઈ હથિયાર નહોતું. જેણે મારી દુર્દશા કરેલી એ દુષ્ટો હવે દુનિયાના કયા ખૂણે હતા, એ હું નહોતી જાણતી, પરિવારે મને તરછોડી દીધેલી, લોકો કહેતાં હતાં કે ભૂતકાળને ભૂલી જા, વકીલ મારો કેસ લેતા અચકાતા હતા, પોલીસને મારી ફરિયાદ નોંધવી નહોતી. બધા પૂછતા હતા કે અપરાધ થયાનો પુરાવો ક્યાં છે? પણ મારે મારા દીકરાને જવાબ આપવાનો હતો કે એનો પિતા કોણ છે! તારણહારની રાહ જોયા વિના મારા પોતાના કારાગૃહમાંથી મુક્ત થવાનું હતું! અંતે જવાબ મળે કે ન મળે, લડવાનું હતું. હું દેવકી પરમાર છું, અને આ છે મારા સંઘર્ષની કહાણી. સાથ આપો કે નહીં, સાંભળશો તો ખરાં ને?